________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ.
( ૧૪૭ ) વિચાર કરવા લાગ્યા, એક તરફ રાજાને દ્રોહ થાય અને બીજી તરફ એનું રક્ષણ કરવું જોઈએ; રાજદ્રોહમાં મરણ થાય અને એનું રક્ષણ કરવાથી મોટું પુણ્ય થાય, આ બંને કાર્યમાં હાલ હારે શું કરવું ? રાજા કોપાયમાન થાય કિંવા પ્રાણુ ચાલ્યા જાય તે પણ એનું રક્ષણ તે કરીશ.” કારણ કે આ ક્ષત્રિયકુમાર જનશાસનનો બહુ પ્રેમી છે એમ વિચાર કરી સૂરિએ પિતાના સ્થાનમાં ભેંયરાની અંદર
હેને ઉતાર્યો અને તેનું દ્વાર પુસ્તકે વડે ઢાંકી ભૂગૃહ.
દીધું. તેટલામાં ક્રોધથી ધમધમેલા રાજાના સુભટે
નગરની અંદર તપાસ કરતા ત્યાં આવ્યા અને સૂરિને કહેવા લાગ્યા. તહારા મઠની અંદર કુમારપાલ છે? પ્રાણીને બચાવ કરવો તે મહાટું પુણ્ય છે અને મિશ્યા વચન બેલવામાં
ડું પાપ છે, એમ જાણતા સૂરિ બોલ્યા, અહીંયાં તે કુમારપાલ છે જ નહીં, તે સાંભળી સુભટ બેલ્યા, જે અહીં કુમારપાલ ન હોય તો રાજાની પ્રતિજ્ઞા કરો. પ્રતિજ્ઞા કરવાથી પ્રાણ હાનિ થશે એમ જાણતા છતાં પણ પુણ્યાથી' સૂરિએ પ્રતિજ્ઞા કરી. કોઈ દુષ્ટના કહેવાથી અહીં કુમારપાલ છે એમ જાણી સુભટેએ તે સ્થાનની અંદર બલાત્કારે બહુ તપાસ કર્યો, જોતા જોતા તેઓ ભયરાના દ્વાર આગળ આવ્યા, ત્યાં પુસ્તકોનો ઢગલો અને તાડપત્રોથી પુરેલા તે દ્વારને દેવબલથી તેમણે તપાસ કર્યો નહીં. બાદ ત્યાંથી વિલક્ષ થઈ તેઓ ચાલ્યા ગયા. કુમારપાલને સૂરિએ બહાર કાઢી કહ્યું કે સુભટનાં વચન હું સાંભળ્યાં હતાં કે નહીં ? હાથ જોડી કુમારપાલ બોલ્યો, પ્રભે ? એમનું અને તમ્હારૂં વચન અંદરથી હેં સાંભળ્યું હતું. जिता पृथ्वी पृथ्वी, दलितमखिलं शात्रवकुलं,
कृतः कोशो भूयान् कनकनिकरायजनितैः ।
For Private And Personal Use Only