________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વતીયસર્ગ.
(૧૪) અન્યદા ભ્રમણકર કુમારપાળ સ્તંભતીર્થ–ખંભાત
નગરમાં ગયે, ત્યાં હેમચંદ્રાચાર્યની પાસે સ્થંભતીર્થ. નિમિત્ત પૂછવા માટે તે ગયો, તે સમયે હેમ
ચંદ્રસૂરિએ કુમારપાલને ઓળખે, તેની સાથે સૂરિએ સારી રીતે વાતચિત કરી, કારણ કે ” સંતપુરૂષો ઉચિત સમયના જાણકાર હોય છે.” કુમારપાલે મુનિની માફક વિનયપૂર્વક સૂરીશ્વરને પૂછયું, ભગવદ્ ? ભવિષ્યમાં પણ હુને સુખ મળશે કે નહીં ? આચાર્ય મહારાજ કંઈક નિમિત્ત જોઈ અને અંબાદેવી નું વચન સંભારી હેને કહેતા હતા તેવામાં ત્યાં ઉદયનમંત્રી આવ્યું. તે મંત્રીને જણાવવા માટે સૂરિએ કુમારપાલને કહ્યું, કેટલોક સમય ગયા બાદ તું પૃથ્વીને અધિપતિ થઈશ. નિ:શ્વાસનાખી તેણે કહ્યું, સૂરી? આપ શા માટે આવું મિથ્યાવચન બેલેછો? નિર્ધનની માફક હુને ભેજન પણ મળતું નથી તે રાજ્યની શી વાત? જે આપ જાણતા હોવ તે મહને રાજ્ય કયારે મળશે તેને વર્ષ, માસ વિગેરે ચક્કસ સમય કહે. નહીં તો હું આપની માફક કોઈપણ ઠેકાણે પરલોકનું કાર્ય સિદ્ધ કરૂં. સૂરિએ વિચાર કરી કહ્યું, સંવત્ ૧૧૯૯ ના માર્ગશીર્ષ વદી ૪ અને પુષ્ય નક્ષત્ર ના ચંદ્રમાં મધ્યાન્હ સમયે જે હવે રાજ્ય સંપત્તિ ન મળે તો પછીથી હું હારા નિમિત્ત જેવાને ત્યાગ કરૂ છું. એ પ્રમાણે સૂરિએ પ્રતિજ્ઞા કરી ને તેજ વખતે તે પ્રમાણે પત્ર લખી ઉદયન મંત્રી ને આપે, દેવની માફક આચાર્યના જ્ઞાનથી ચમત્કારપામેલ કુમારપાલ હાથ જોડી ગુરૂ મહારાજને કહેવા લાગ્યા, જે આપનું આ વચન સત્ય થશે તો આપ રાજા અને હું તો રાજહંસની માફક આપના ચરણ કમલની સેવા કરીશ. એમ બોલતા કુમારપાલને સૂરિએ કહ્યું, હારે રાજ્યનું શું કામ છે? સૂર્યની માફક હંમેશાં હારે જૈનમત રૂપી કમળને વિકસ્વર કરવું.
For Private And Personal Use Only