________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ.
(૧૪૩) રાજાની માફક તમે બંને નિશ્ચિત થઇને શામાટે સુઈ રહ્યા નથી? એની માફક શું તમ્હારે પણ કંઈ વિચાર કરવાને છે કે ? એ પ્રમાણે સજજનના પિતાનું વચન સાંભળી કુમારપાલે પિતાના વસ્ત્રાંચલે શકુનની ગાંઠવાળી અને મર્મસ્થાનમાં આઘાત લાગ્યાની માફક તે વિચાર કરવા લાગ્યો. પ્રાણુઓનું દારિદ્ર એજ દેર્ભાગ્ય છે, જેના આશ્રયથી બોલતા પણ માણસ બીજાઓને શત્રુ સમાન અપ્રિય થાય છે. ગુણજ્ઞ, કૃતજ્ઞ, કુલીન, મહાન, પ્રિયવાદી અને દક્ષ એ પણ પ્રાણી જે નિર્ધન હોય તે તે કપ્રિય થત નથી. એમ વિચાર કરી કુમારપાલે પોતાનું કુટુંબ સજન સાથે ઉજજયનીમાં કહ્યું અને પોતે વેષાંતર કરી બેસરી સાથે ચાલતો થયો. આખા દિવસની મુસાફરી કરી પણ તે દિવસે તેમને કંઈપણ
ભેજન મળ્યું નહીં, બીજે દિવસે મધ્યાન્હકાળ ભિક્ષામાતા. થયે, એટલામાં એક ગામડું આવ્યું, સુધા
અને તૃષાની પીડાથી કુમારપાલે પોતાના મિત્રને કહ્યું, હવે કંઈક ઉપાય કર, જેથી કંઈક ખાવાનું મળે, બ્રાહ્મણ બોલ્યા, હારી માતા ભેજન આપશે, કુમારપાલ બે, હારી માતા કયાં છે? બેસરીએ કહ્યું, મિત્ર? ભિક્ષા એજ હારી માતા છે. “સર્વસ્થલે સુલભ અને અભીષ્ટ ભેજન આપનાર ભિક્ષા એજ ભિક્ષુકોની નવીન માતા છે.” એમ કહી હૈયે ધારણ કરતે બ્રાહ્મણ તે ગામમાં ગયા અને એક ઘડો ભરી કરંભકતથા પુષ્કળ ભિક્ષા લઈ ત્યાંથી ચાલ્યો. ઘડે પોતાના વસ્ત્રમાં ગોપળે અને ભિક્ષા# કુમારપાલની આગળ મૂકી બંને જણ ખુબ ધરાઈને જમ્યા, પછી તેઓ એક મઠમાં સુઈ ગયા. શત્રુની ભીતિથી કુમારપાલને નિદ્રા આવી નહીં પણ કપટથી ઊંઘી ગયે. બ્રાહ્મણ હેને ઉંઘેલ જાણું ઘડામાંથી કરંભકરાબ કાઢીને ખાવા બેઠે, તે જોઈ કુમારપાલવિચાર
For Private And Personal Use Only