________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસર્ગ,
(૧૩૩) આપ આ અંબાદેવીને પૂછે કે, હારે પુત્ર થશે કે નહીં ? અને હારી પછી કોણ રાજા થશે? એ પ્રમાણે રાજાની વિનંતિ સાંભળી આચાર્ય મહારાજે ત્રણઉપવાસવડે અંબાદેવીની આરાધના કરી. પ્રસન્ન થઈ દેવીએ કહ્યું તે પ્રમાણે પુન: રાજાને ગુરૂએ કહ્યું કે હે દેવ? તું ગમે તેટલા ઉપાય કરીશ તો પણ ત્યારે પ્રજા થવાની નથી, વળી હારી પાછળ જે રાજા થશે તે પણ તું સાંભળ. કર્ણદેવને પુત્ર ક્ષેમરાજ અને તેને પુત્ર પવિત્રબુદ્ધિમાન
દેવપ્રસાદનામે દધિસ્થતિમાં રહે છે. તેને પુત્ર સેમેશ્વરપ્રાર્થના. ત્રિભુવનપાલ છે, જેનું સત્વ બહુ અગાધ છે,
અને જેના ભુજારૂપી વિંધ્યાચલમાં શૌર્ય રૂપી હાથી હંમેશાં ક્રીડા કરે છે. તેના ત્રણ પુત્ર છે, શ્રી કુમારપાલ, મહીપાલ અને કીર્તિપાલ, જેમનું અપાર સત્ત્વ વિલસી રહ્યું છે. વિશ્વવિખ્યાત શ્રી કુમારપાલ હારા રાજ્યને ભક્તા થશે, તેમજ તે રાજા સંપ્રાતરાજાની માફક ભૂમંડલમાં જૈનધર્મને વિસ્તાર કરશે. એ પ્રમાણે સૂરીશ્વરના વાયરૂપી ભાલાવડે હૃદયમાં વિધાયેલે રાજા વાણું અને મનથી ન કળી શકાય તેવી ચિંતામાં પડે. બાદ યાત્રાવડે પવિત્ર છે આત્મા જેને એ સિદ્ધરાજ ગુર્જરાધીશ,શ્રી હેમચંદ્રઆચાર્ય સાથે પોતાની રાજધાનીમાં ગયે. અંબાદેવીના વચનની પરીક્ષા માટે શ્રીકર્ણદેવના પુત્ર સિદ્ધરાજ ભૂપતિએ ઉત્તમ પ્રકારના દૈવને બોલાવ્યા, હારે પુત્ર થશે કે નહીં? વળી ભારી રાજા હારી ગાદીએ કેણુ થશે? એ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી તાત્કાલિક લગ્ન ઉપરથી તેનો નિશ્ચય કરી નૈમિત્તિકોએ દેવીના કહ્યા પ્રમાણે ઉત્તર કહ્યો. કારણ કે જ્યોતિષશાસ્ત્ર અન્યથા થતું નથી. દેવી અને નૈમિત્તિકેના વચનથી રાજાને વિશ્વાસ રહ્યો નહીં તેથી તેણે સોમેશ્વરની આરાધના કરીને પુત્ર મેળવે એ નિશ્ચય કર્યો. બાદ પગે ચાલતે, માર્ગમાં
For Private And Personal Use Only