________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
ને ઉત્તમ રાજવૈભવ કયાંથી મળે ? એમ વિચાર કરી રાજાએ અગણ્ય પુણ્યરૂપ ક્રયાણાની ઇચ્છાથી શ્રીઆદિનાથભગવાનની પૂજા માટે ખારગામ આપ્યાં. તેમજ અમૃત સમાન સ્વાદિષ્ટ ભાજનેાવડે બહુ છુટથી ઘણી ભાજનશાળાએ બંધાવી. નવીન દુકૂલ, પૃથ્વી, અનેક હાથી અને ઘેાડાઓના દાનવડે યાચકાને રાજા સમાન કર્યા. અહા ? એની દાન શકિત કેટલી ?
ત્યાંથી ઉતરીને સિદ્ધરાજનૃપતિ રેવતાચલ ઉપર ગયા. ત્યાં કામદેવને નિર્મૂલ કરનાર શ્રીનેમિનાથભગરૈવતગિરિ. વાનને ભૂપતિએ ભક્તિપૂર્વક નમસ્કાર કર્યો. પછી શ્રીખંડ, કુસુમ, સુવર્ણ અને રતાદિક વડે પોતાના આત્માને પૂજ્ય બનાવવાની ઇચ્છાથી જ જેમ ભગવાન ની પૂજા કરી. રાજાની ભકિત જોઇ વિનીત એવા પૂજારી સેવા આસન લાવ્યા, પરંતુ રાજાએ તેના સ્વીકાર કર્યા નહીં, અને સર્વ સમક્ષ કહ્યું કે; આ તીમાં રાજાએ પણ આસનપર બેસવું નહીં. ખાટલામાં સુવું નહીં, ભાજન સમયે આગળ આડણી મુકવી નહી, તેમ જ સ્ત્રીએ પ્રસૂતિ કરવી નહીં અને દહીંની છાશ કરવી નહીં. એ પ્રમાણે ધર્મની શ્રદ્ધાવાળા પ્રાણીઓએ વ્યવસ્થા પાળવી.
શ્રીહેમચંદ્રઆચાર્ય પણ ઉલ્લાસ પામતી કવિતારૂપ વેલડીના લરૂપ સ્તાત્રાને અને દ્રભગવાનની ભેટમાં અંબિકાઆરાધન. મૂકયાં. બાદ ત્યાંથી ઉતરીને તેઓ પ્રભાસપાટણમાં ગયા. ત્યાં સામેશ્વરની યાત્રા કરી કોડીનાર નગરમાં ગયા. ત્યાં જગઢ મા સમાન અબાદેવીની સિદ્ધરાજે પૂજા કરી, પછી પુત્રની ચિંતાથી આતુર થયેલા ભૂપતિએ હેમચંદ્રસૂરીશ્વરને પેાતાના અભિપ્રાય જણાવ્યે, હું ભગવન ? મ્હારે ત્યાં રત, સુવર્ણ, હાથી, ઘેાડા વિગેરે સર્વ સપત્તિઓ રહેલી છે. પરંતુ રાજ્યશ્રરૂપ વેલીને વૃક્ષ સમાન એક પુત્ર નથી, માટે કૃપા કરી
For Private And Personal Use Only