________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વતીયસર્ગ.
(૧૩૭) સમજી ગયો કે, આ રાજાએ મને ઓળખ્યો છે. ભેજન કર્યા પછી એને મરાવીશ એમ રાજાને વિચાર થયે. ભેજન કરી હું જલદી પલાયન થઈશ એમ ધારી કુમારપાળ ભજન કરવા બેઠો. ધોયેલાં વસ્ત્ર લેવા માટે રાજા કેશગૃહની અંદર ગયે એટલે કુમારપાળ ભેજન કરી વમનના મિષથી જલદી ત્યાંથી નીકળી ગયે. ભંડારમાંથી વસ્ત્ર લઈ રાજા બહાર આવ્યું અને જટિલને વસ્ત્ર આપતાં કુમારપાળ તેના જેવામાં આવ્યું નહીં; તેથી તે બહુ ક્રોધાતુર થઈ ગયે અને એકદમ સેનાપતિને હુકમ કર્યો. અહીંથી કુમારપાળ નાશી ગયો છે, હેને જીવતે તું અહીં પકડી લાવ. નહિ તે તેના સ્થાને હારૂં મરણ થશે. રાજાના હુકમથી સેનાપતિ યમરાજાની માફક સેન્સ સહિત જે દિશામાં કુમારપાલ ગો હતા તેજ દિશામાં દેવગે ગયે. ગરૂડના સરખા બહુ વેગવાળા ઘડાઓ વડે ચાલતે સેનાપતિ તેની પાછળ જઈ પહોંચે. આકાશમાં ઉડતી ધૂળ જોઈને અને ઘોડાઓના હેષારવ સાંભળી પાછળ આવતા સેન્યને તેણે જાણ્યું કે તરત જ તે સંભ્રાંત થઈ પાછળ જેવા લાગ્યો. તેટલામાં સુશિત થયેલા સાગરની માફક નજીકમાં આવેલા સૈન્યને જે તે ગભરાઈ ગયું. હવે હું શું કરું? ક્યાં જવું? કોને આશ્રય લેવો? એમ સન્યના અવલેકનથી હણાતો હોય તેમ આકુળવ્યાકુલ થઈ ગયો. ત્રાસ પામેલા મૃગલાની માફક દિશા તરફ તે દષ્ટિ કરતો હતો તેવામાં એક બદરીવન તેના જેવામાં આવ્યું. તેમાં કેઈક ખેડુતે બેરડીના પાંદડાને ઢગલે કરેલ હતું, ત્યાં ગયો અને ત્યાં ઉભેલા ખેડુતને તેણે કહ્યું, ભાઈ ! હારી પાછળ સૈનિકે યમદૂતની માફક અપરાધ વિના મહને મારવા માટે આવે છે, તે માટે આપ દયા કરી આ પાંદડાની અંદર હને સંતાડો અને હારું રક્ષણ કરે. તપસ્વીનું રક્ષણ કરવાથી તમને ઘણું પુણ્ય થશે. તે સાંભળી ખેડુતને દયા
For Private And Personal Use Only