________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૦)
શ્રીકુમારપાળચરિત્ર. માટે પાલખી તૈયાર છે, એમ બહુ આગ્રહ કર્યો પછી ગુરૂમહારાજ બોલ્યા, રાજન ? વાહનાદિકમાં બેસવાથી અન્ય પ્રાણીઓને બહુ દુઃખ થાય છે, માટે મુનિઓ કેઈપણ વાહનમાં બેસતા નથી. તેમજ જેઓ ઉઘાડા પગે ઉપયોગ પૂર્વક દિવસે ચાલે તે જ ચારિત્રધારી મુનિઓ કહેવાય, વાહનમાં બેસનાર મુનિ ગણાય નહીં. દરેક જીના સુખદુઃખને પ્રિય અને અપ્રિયને જાણનાર દયાળ જૈન મુનિએ પરપ્રાણીઓને કેમ દુઃખી કરે? એ પ્રમાણે કહી સૂરિએ વાહનને નહીં સ્વીકાર કરવાથી રાજાનું મન દુઃખાયું, તેથી બહુ ક્રોધાતુર થઈ તેણે કહ્યું, આપ મહાત્મા થયા તે પણ જડ જેવા છે એમ કહી તે આગળ ચાલ્યો. માર્ગમાં ચાલતાં ત્રણ દિવસ ગયા, પરંતુ કેઈ ઠેકાણે
સૂરદ્રને સમાગમ થયા નહીં, તેથી રાજાએ ગુરૂપ્રાર્થના. પિતાના મનમાં જાણ્યું કે જરૂર હારી ઉપર
આચાર્ય મહારાજ કોપાયમાન થયા. ચોથા દિવસે સૂરીશ્વરને પ્રસન્ન કરવાની ઈચ્છાથી સિદ્ધરાજ પોતે મહાભયંકર ગુરૂદ્વારમાં સેવકની માફક ગયો. બહાર રહેલા રાજાએ, કાંજી સાથે ભિક્ષાન્નનું પરિવાર સહિત ભેજન કરતા આચાર્યને જોયા. પછી રાજાને વિચાર થયે, આ મહાત્માઓ હંમેશાં કેવી તપશ્ચર્યા કરે છે? જળમિશ્ર ભિક્ષાન્ન જમે છે અને માર્ગમાં પગેથી ચાલે છે. માટે અન્યજનની માફક સામાન્ય બુદ્ધિવડે, આ માનવા લાયક મહાત્માનું હારે અપમાન કરવું ઉચિત નથી. પરંતુ મહેશની માફક માનવા ચોગ્ય છે. એમ વિચાર કરી રાજા આ ચાર્યના ચરણમાં પડયો અને તે કહેવા લાગ્ય, પ્રભે! આપે વાહનની નાપાડી તેથી રોષને લીધે હું આપને જે કંઈ કહ્યું તે ક્ષમા કરો. આપને બેસવા માટે હે પાલખી મંગાવી ત્યારે આપે તેને અનાદર કર્યો તેથી મહે કહ્યું કે તમે જડ છે. પણ એ વચન
For Private And Personal Use Only