________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૮).
શ્રી કુમારપાળચરિત્ર. થાય છે, શરીરની કાંતિ સુવર્ણને ઝાંખુ કરે છે, સદ્ભાવથી સ્નિગ્ધ એવી એમની દષ્ટિ આગળ અમૃતની વૃષ્ટિ વૃથા છે, અને એમની વાણી જે સાંભળી હોય તે વિણા નાદ પ્રીતિકારક થાય નહીં. પછી ક્રીડા કરતી તે સ્ત્રીઓને કેકિલાઓના આલાપ સમાન મધુર આલાપ નજીકમાં રહેલા અજાપુત્રના સાંભળવામાં આવ્યો કે, હે સખીએ ? હાલમાં અષ્ટાપદગિરિ ઉપર જવા માટે બહુ સમય થઈ ગયેલ છે અને ત્યાં આગળ દેવાંગનાઓ સહિત દેવેંદ્ર હાલ આવ્યો હશે. માટે આ જલક્રીડા હવે રહેવા દે, જલદી બહાર નીકળે. વાવમાંથી કમળો લઈ વિમાનવડે અહીંથી ચાલવા માંડે. એ પ્રમાણે વિદ્યાધરની સ્ત્રીઓએ વિચાર કરી ત્યાંથી ચાલવાની તૈયારી કરી. તે સાંભળી અજાપુત્રને બહુ આનંદ થયો અને તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે; પૃથ્વી પર પરિભ્રમણ કરવાથી મનુષ્ય લોકની સઘળી વ્યવ
સ્થા જોઈ, તેમજ વ્યંતરેંદ્રના પ્રભાવથી નરક સ્થાનપણ જોયાં, વળી હાલમાં નાના પ્રકારના વૈમાનિક દેવે જેવા જોઈએ, જેમને વિષે લક્ષ્મી સાથે અપાર સુખ રહેલું છે. માટે હાર અને જળ સહિત આ બંને પુરૂષોને અહીં મૂકી વ્યંતરે આપેલી ગુટિકાવડે ભ્રમરનું સ્વરૂપ ધારણ કરી હું પોતે સ્ત્રીઓના હાથમાં રહેલાં કમળાપર ઈચ્છા મુજબ સ્થિતિ કરતો કરતે અષ્ટાપદ તીર્થની યાત્રા કરૂં અને પોતાના આત્માને કૃતાર્થ કરૂં. એમ વિચાર કરી અજા પુત્ર તેજ વખતે ભ્રમરનું સ્વરૂપ કરીને વિદ્યાધરીઓના હસ્તમાં રહેલાં કમળ પર બેસી તેઓની સાથે ચાલતો થયો. હવે તે ભ્રમરરૂપ થયેલો અજાપુત્ર વિદ્યાધરીઓના હસ્તક
મળમાં ઈચ્છા પ્રમાણે પરિભ્રમણ કરતો સુંદર અષ્ટાપદયાત્રા. શું જારવવડે તે સ્ત્રીઓને વારંવાર મોહિત કરવા
લાગ્યો. કર્ણને અમૃતના પ્રવાહ સમાન ઝંકા
For Private And Personal Use Only