________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિયસર્ગ.
(૧૦૧) રામર બનેલા અજાપુ પણ તે સર્વ પ્રક્ષણાદિક જોયું. નૃત્ય પૂર્ણ થયા બાદ ઈદ્ર મહારાજે ફરીથી ગાવા માટે તું બુરૂને આજ્ઞા કરી. ખરેખર રમ્યત્વએજ ગણાય કે જેની વારંવાર રૂચિ થાય.” તે અરસામાં અજાપુત્રને વિચાર થયે કે આ સભામાં કલાવડે હારે પ્રગટ થવું જોઈએ, કારણ કે પ્રકાશમાં આવ્યા વિના પુરૂકને જન્મ પશુની માફક વૃથા છે. એમ જાણે અજાપુત્ર ભ્રમર પણું ત્યાગ કરી તંબુરૂનું સ્વરૂપ ધરી સ્વર, ગ્રામ અને મૂચ્છનાના ભેદથી સ્પષ્ટ રીતે ગાયનની શરૂઆત કરી, તેના મુખમાંથી નીકળતી શ્રુતિ-ધ્વનિ સાક્ષાત્ અમૃતના પ્રવાહ વડે સિંચન કરતી હોય તેમ સભાસદના હદયમાં પ્રીતિરૂપ વેલડીને પલ્લવિત કરતી હતી. તે ગીતના આસ્વાદથી તુષ્ટ થયેલા શ્રોત્ર-કાનને જોઈ સભામાં રહેલા દેવતાઓનાં બીજાં ઇન્દ્રિયો રસાસ્વાદમાં અજ્ઞાત હોવાને લીધે આપણે છેતરાયાં એમ માનવા લાગ્યાં, જે કે કાન વિનાના સર્વોપણુ ગીતથી પ્રસન્ન થાય છે તે સકર્ણ એવા પ્રાણીઓ તેના રસાસ્વાદમાં આસક્ત થાય તેમાં શું કહેવું.? તે ગીતનું અતિશય માધુર્ય સાંભળી ઈંદ્રાદિક દેવે વિચાર
કરવા લાગ્યા, આજે તંબુરૂના કંઠનું માધુર્ય પુમહિમા. આટલું બધું શાથી? તે સમયે ગાયનાદિકના
ગુણવડે તુલ્ય એવા તે અજાપુત્રરૂપ તું બુરૂને જોઈ આ નવીન તંબુરૂ કોણ છે? એ પ્રમાણે દેવતુંબરૂપણ બહુ વિસ્મય પામે. પછી ઇદ્ર હેને તુષ્ટિદાન આપવા માટે પોતાની પાસે બોલાવ્યો એટલે અજાપુત્ર તંબુરૂના સ્વરૂપને ત્યાગ કરી મનુષ્ય થઈ તેની આગળ ઉભો રહ્યો, તેને જોઈ સભામાં બેઠેલા સર્વ દેવતાઓ ચકિત થઈ ગયા અને ઈપણ વિસ્મય પામ્યું. પછી તેણે પૂછયું તું કોણ છે? અને અહીં આવવાનું શું કારણ? ત્યારે અજાપુત્રે પિતાનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. બાદ તેના અદ્દભુત ગુણેથી
For Private And Personal Use Only