________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
શ્રીકુમારપાળચરિત્ર. શુંડાદંડને ખેચરને દલવા માટે ઉછાળતા હતા અને પિતાની આગળ જે માણસને દેખે તેમને મારવા માટે યમની માફક છેડતે, પ્રલયકાળમાં શુભિત થયેલા સમુદ્ર સમાન નગરને વ્યાકુલ કરતો તે હાથી ઈચ્છા પ્રમાણે વિચારવાને જેમ વન પ્રત્યે ચાલતા થયા. નગરના લોકેએ વિમલવાહનને રેકયે છતાં પણ તેને શાંત કરવાની ઈચ્છાથી તે રાજકુમાર વૃક્ષ પ્રત્યે વાનર જેમ તે હાથીપર ચઢી ગયો. એટલામાં હેને વશ કરવાની શરૂઆત કરી તેટલામાં ભૂત વળગેલાની માફક તે હાથી લેકોના દેખતાં છતાં એકદમ ધેડીને કેઈ સ્થળે ચાલ્યો ગયો. તે સાંભળી મહાસેનરાજા અચેતન થઈ ગયા અને શૂન્યતાને લીધે તે રાજ્યાદિકની કંઈ વાત પણ કરતા નથી. તે વાત જાણવાથી પૂર્વના વૈરી એવા સીમાડાના રાજાઓએ ચઢાઈ કરી અને ઘણા સૈન્ય સાથે આવીને તે નગરને ત્રણવાર ઘેરી લીધું. મહાસેનરાજા પણ પિતાના સૈનિકે સહિત તૈયાર થઈ તેમની
સાથે યુદ્ધમાં ઉતર્યો. “કારણ કે તેજસ્વી પુરૂષ રણસંગ્રામ. સિંહની માફક પરાજય સહન કરતા નથી.”
શત્રુઓનું ઘણું બળ હોવાથી મહાસેનરાજાનું સૈન્ય ભાગી ગયું. છતાં પણ તેણે અનેક પ્રકારે તેમની સાથે યુદ્ધ કર્યું, છેવટે કપટી અને બલવાન શત્રુઓવડે તે મરા. દેવગથી સૂર્યની માફક મહાસેનરાજાને અસ્ત થયે. તેથી લોકમાં શોક રૂપી અંધકારને સમૂહ ફેલાઈ ગયો છે. - ત્યારબાદ બહબુદ્ધિશાળી બુદ્ધિબળનામે તેના મંત્રીએ
દરેક શેરીઓના રસ્તાઓ શેકીને નગરની રક્ષા બુદ્ધિબળમંત્રી. કરાવી તેમજ પોતાના મનમાં બહુ દયા લાવીને
બંદીખાને રહેલા સર્વેકેને તેણે છુટા કર્યા. કારણકે તેવા બુદ્ધિશાળી પુરૂષ સમયના જાણકાર હોય છે. અરે!
For Private And Personal Use Only