________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસગ.
(૧૨) કમલનાળની માફક ચંદ્રાપીડનું મસ્તક છેદી નાખ્યું. અજાપુત્રના મસ્તક ઉપર આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ અને સુગંધમય તેની કીર્તિભૂતલથી આકાશમાં ગઈ. તે સમયે અજાપુત્રના જથધ્વનિને માગધલેકે ઉચ્ચારવા લાગ્યા, તે શબ્દો શત્રુઓના ઉચ્ચાટન મંત્રના ફકારરૂપ થયા. તે સમયે સુબુદ્ધિ મંત્રીએ શુભ લગ્નમાં વૈરીઓના મસ્તક પર જેમ તે રાજ્યમાં અજાપુત્રને અભિષેક કર્યો. રાજ્યગાદીએ બેઠેલા અજાપુત્રને પ્રસન્ન જોઈ સર્વે મંત્રીઓ અને નગરના લોકો પણ પ્રીતિવડે કલ્પવૃક્ષની માફક તેને અભિષેક કરવા લાગ્યા. તેમજ સીમાંતરાજાઓ ઉત્તમ પ્રકારનાં ભેટણ લઈ ત્યાં આવ્યા અને દ્વિતીયાના ચંદ્રની માફક તેને બહુ હર્ષથી નમવા લાગ્યા. પછી પોતાની મેળે સ્વયંવર માટે આવેલી, પૃથ્વી પર આવેલી જાણે દેવીઓ હોય ને શું ? તેવી અનેક હાંશિયાર રાજકન્યાઓને અજાપુત્ર પરણ્ય. એ પ્રમાણે અનેક પરાક્રમવડે ચંદ્રાપીડને મારી અજાપુ
તેનું રાજ્ય પિતાને સ્વાધીન કર્યું અને તે કૃતાર્થ ચમત્કારીક થયે. પછી તે પોતાની સ્ત્રીઓ સાથે ઈદ્રદેવીઓ
સાથે જેમ ક્રિીડા કરતે છત કામરૂપી સમુદ્રને પારગામી થશે. તેમજ અજાપુત્રને૯૮૦૦૦ પવનવેગી અશ્વહતા, બેહજાર હાથી, બેહજાર રથ હુતા અને પદાતિ–પાયદળને તે પારજ નહોતે, એમ સર્વ સમૃદ્ધિયુક્ત રાજ્યભવ તે ભેગવત હતે. તેવામાં વસંતરૂતુનો પ્રાદુર્ભાવ થયે, શિશિરરૂતુના પ્રભાવથી મંદ પડેલા વન અને કામદેવના શૃંગારેને ઉત્તેજીત કરવા જેમ વનસ્થલીમાં તે પ્રસરવા લાગ્યું. જગને લક્ષ્ય કરવાથી કામદેવનાં પ્રાચીન પુષ્યરૂપી અશ્વો નષ્ટ થયાં છે એમ માનીને જેમ વસંત નવીન પુના સમૂહ પ્રગટ કર્યો. મલયાચલમાં રહેલા સર્પોના વિષથી વ્યાપ્ત હાયને શું? એ મલયગિરિને પવન વાવા
For Private And Personal Use Only