________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૨)
શ્રીકુમારપાળચરિત્ર. લાગ્યા. કારણકે એના સ્પર્શથી વિરહાતુર લેકે મૂચ્છિત થઈ ગયા. વળી આ વસંતરૂતુમાં ઉત્તમ પ્રકારની જાતિ–જાઈ વૃક્ષ જ્ઞાતિ હાતિ નથી અને મદ્યપાન કરનાર અથવા ભ્રમરાઓ માન્ય હોય છે એટલા માટે વસંતરૂતુ સંતપુરૂષને અપ્રિય હોય છે. ઉદ્યાનપાલ કામદેવનાં શસ્ત્રસમાન વસંતનાં પુષ્પોની માળાઓ લઈ રાજદ્વારમાં આવ્યા અને રાજાની આગળ તેણે ભેટ મૂકી. રાજા સુગંધિત પુષ્પ જોઈ માળી પર પ્રસન્ન થયે, પારિતોષિકમાં સુવર્ણ આપ્યું. વસંતકીડાની ઈચ્છા થઈ, અજાપુત્ર પોતાની સ્ત્રીઓ સાથે બલભદ્રસહિત કૃષ્ણ જેમ વનસ્થલીમાં ગયે. પુષ્પગ્રહણ, નૃત્ય અને હીંડાલાદિક ક્રિયાઓ વડે નંદન વનમાં ઈદ્રની માફક ભૂપતિ ક્રીડા કરવા લાગ્યા, ત્યારબાદ વનની અનુત્તમ શોભા જેવા માટે તે અજાપુત્ર ફરતું હતું, તેવામાં એક લોક વારંવાર તેના સાંભળવામાં આવ્યું કે, જ્યાં તું રહ્યો છે ત્યાંજ પિતાની માતા રહેલી છે, છતાં તે હંસ-આત્મન ? તેને જોયા વિના તું જે ભજન કરે છે તે હારા હંસપણને ધિક્કાર છે. તે સાંભળી રાજા વિચાર કરવા લાગ્યો. આ લેકવડે કેઈપણ માણસ આ નગરમાં રહેતી હારી માતાને સૂચવે છે. હને ધિક્કાર છે, મદિરાથી જેમ હંમેશાં લક્ષમીવડે મત થઈ હું ફરું છું અને પિતાની માતાને પણ હું સંભારતા નથી. અરે!! આ હેં શું કર્યું? જીવનપર્યત સજજનેએ પિતાની માતાની સેવા કરવી જોઈએ એમ સપુરૂષ કહે છે. માતાનું વિસ્મરણ કરી મહે તે વચનને જલાંજલિ આપી. જે પુરૂષ માતા, પિતા, વિદ્યાદાતા-ગુરૂ, ભયથી રક્ષણ કરનાર અને રાજા એ સર્વનું અપમાન કરે છે તે પિતાના સુકૃતને હારે છે, તે જ વખતે રાજાએ મંત્રીને પૂછ્યું, હારી માતા આ નગરની અંદર કેઈ પણ જાએ રહેલી છે, માટે હાલમાં તેના દર્શનવિના હું ભજન કરવાનું નથી.
For Private And Personal Use Only