________________
www.kobatirth.org
( ૧૧૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
સાથે લઇ સ્કાર પરાક્રમી અજાપુત્ર ચૈત્ર-જય આપનાર હસ્તીપર આરૂઢ થઇ શત્રુઓને પરાજય કરવા નીકળ્યેા. સુબુદ્ધિ મ ંત્રીના કહેવાથી પ્રથમ દરવાજાના રક્ષકાના સંહાર કર્યા. અને તે સ્થાનમાં પેાતાના નવીન રક્ષકા મૂક્યા. ખાદ અજાપુત્રે લશ્કર સાથે નગરની અંદર પ્રવેશ કર્યો. સુબુદ્ધિમત્રીએ ભેદ્દેલા સ પ્રધાના સ્નેહી ખ એની માક અજાપુત્રને મળી ગયા. ત્યારબાદ રાજદ્વારમાં તેઓ ગયા. અને ત્યાં રહેલા પ્રાઝુરિક લેાકેાને મારીને બીજા દ્વારપાલ મૂક્યા, નીતિશાસ્ત્રનું રહસ્ય એ છે કે “ કાઇના વિશ્વાસ રાખવા એ નુકશાન છે. ”
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ્યપ્રાપ્તિ.
ચદ્રાપીડરાજા તે વૃત્તાંત જાણી બહુ શાકાતુર થઇ ગયા અને લડાઇ માટે તૈયાર થઇ સ્લામે આળ્યે, તેટલામાં એકદમ અજાપુત્ર વચ્ચે આવી પડ્યો. સૈન્ય અને પરાક્રમ એમ બંને પ્રકારે અજાપુત્રનું પ્રચ ડખલ તેમજ તેને મળી ગયેલા પેાતાના પ્રધાનાને જોઇ ચ દ્રાપીડ ભયબ્રાંત થયા અને ક્ષણમાત્રમાં બહુ ગભરાઇ ગયા. મ્હારૂં ક્ષત્રિયપણૢ કલંકિત થશે એમ જાણી તેણે લડાઈના ઉત્સાહ ધારણ કો, પછી તે પેાતાનું મઙ્ગ લઇ યુદ્ધ માટે અજાપુત્રની સાથે તૈયાર થયેા. અજાપુત્ર પણ બહુ ક્રોધને લીધે પ્રચંડ ધારવાળી તરવાર લીધી અને તે સિંહુની માફ્ક મહાપરાક્રમી શત્રુની સન્મુખ ગયા. મલ્લની માફક અનેજણુ વળગવા લાગ્યા, ચક્રની માક વાર'વાર પરિભ્રમણ કરતા, અશ્વની માફ્ક પાદના આઘાત વડે પૃથ્વીને ઉખેડતા, પરસ્પર ખ{વડે પ્રહાર કરતા અને તેના અચાવ કરતા તે મને સુભટા મદોન્મત્ત હસ્તીઓ જેમ યુદ્ધ કરવા લાગ્યા. એક બીજાના દાવપેચથી જામેલા તે સંગ્રામાત્સવ વાઢિ પ્રતિવાદિના વિવાદની માફક સર્વને પ્રિય થઇ પડ્યો. એ પ્રમાણે અનેનું ભારે યુદ્ધ થયુ. પછી અજાપુત્ર સમય જોઇ ખડ્ગવડે
For Private And Personal Use Only