________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
(૧૨૫) વિદ્ય લોકોએ રેગને તપાસ કરી રાજાને જણાવ્યું કે આ સ્ત્રીનાં આંતરડાં સડી ગયાં છે માટે અમારાથી કંઈ પણ ઉપાય થઈ શકશે નહીં, એમ કહી તેઓએ તેજ વખતે તેમની આગળ તે સ્ત્રીને વમન કરાવ્યું તેમાં દુર્ગંધમય માંસના ટુકડાઓ અંદરથી નીકન્યા. જેથી તે સ્ત્રી એકદમ અચેતન થઈ ગઈ. ફરીથી રાજા એ વૈદ્યોને કહ્યું, જે કે આ રોગ અસાધ્ય છે તે પણ કૃપા કરી ગ્ય ઔષધેથી એને ઉપચાર કરો. એ પ્રમાણે રાજાના બહુ આગ્રહથી તેના સ્વાધીન વિદ્વાન વૈદ્યોએ ઓષધ પ્રયોગ કર્યા, પરંતુ અતિ ઉગ્ર ઔષધોના શેષને લીધે મૂછિત થઈ તે સ્ત્રી પૃથ્વી પર પડી. રાજાએ શીતાદિક ઘણા ઉપચાર કરાવ્યા પણ તે મુડદાની માફક કોઈ પ્રકારે સચેતન થઈ નહીં. રાજા બહુ ચિંતાતુર થઈ ગયે, હવે આ સ્ત્રીને કેવી રીતે સ્વસ્થ કરવી? એમ તે વિચાર કરતો હતો તેવામાં કંઈક વૈદેશિક વૈદ્ય ત્યાં આવ્ય, રેગની પરીક્ષા કરી તેણે કહ્યું કે; બકરીના દુધથી પુષ્ટ થયેલા પુરૂષની જીભ કાપી તેનું માંસ જે એને આપવામાં આવે તે જરૂર એને રેગ મટી જાય. જો એમ કરવાથી આ સ્ત્રી નરેગી થાય તો હારે કંઈ બાકી રહ્યું નહીં, એમ કહી રાજા બહુ ખુશી થયા અને તે જ વખતે છરી લઈ પોતાની જીભ છેદવા માટે તૈયાર થયો. “પ્રાયે સાધુ પુરૂષ પરોપકાર માટે પોતે પણ દુઃખી થાય છે.” શું? લેકોપકાર માટે કપાસ દુ:ખ સહન નથી કરતે ? એકદમ સાહસ કરી અજાપુત્ર જીભ કાપવા તૈયાર થાય છે તેટલામાં આકાશવાણી થઈ કે, હે રાજન્ ? તું સાહસ ન કર, પછી તરત જ તેની આગળ દેવી પ્રગટ થઈ અને તે રેગી સ્ત્રી અને વૈદ્ય બંને મેઘની માફક અદશ્ય થઈ ગયાં. તે જોઈ રાજા સંભ્રાંત થઈ ગયા અને વિચાર કરવા લાગે, તે રોગાસ્ત્રી અને તે વૈદ્ય કયાં ગયાં ? આ દીવ્યવાણી અને આ દેવી કયાંથી ? આ એક આશ્ચર્ય છે, એમ તે ચિંતવતો
For Private And Personal Use Only