________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૮)
શ્રી કુમારપાળચરિત્ર. હતે, તેવામાં મધ્યાન્હ સમયે હાથીએ હરણ કરેલે કઈ પુરૂષ તેના જેવામાં આવ્યો. એટલે તે હેની નજીકમાં ગયો અને તે હાથીના કુંભસ્થલ ઉપર અચેતનની માફક રહેલા પુરૂષને જોઈ તેને સ્વસ્થ કરવાની ઈચ્છા થઈ, કારણ કે “પપકાર એ સત્પરૂનું લક્ષણ છે.” બહુ ઝડપથી ચાલતા તે હાથીને અટકાવવા અજાપુત્રની શકિત ચાલી નહીં. તેથી તેણે અગ્નિવૃક્ષના કુલના ચર્ણ વડે તે હાથીને મનુષ્ય કર્યો અને ઠંડા ઉપચાર વડે પુરૂષને પણ સચેતન કર્યો, પછી અજાસુતે હેને પૂછયું, ભાઈ? તું કેણ છે? તેણે પણ પોતાનું વૃત્તાંત કહેવાને પ્રારંભ કર્યો. અહીંયાં વિજયપુર નામે નગર છે, જેની સમૃદ્ધિને દેવતાઓ
પણ વખાણે છે, તેમાં મહાસેન નામે રાજા વિમળવાહન. રાજ્ય કરે છે, વળી તે પરાકમમાં ઇંદ્ર સમાન
ગણાય છે, રણસંગ્રામમાં યમ સમાન જેના ખડની ધારારૂપી જળમાં ડૂબકાં મારતા શત્રુઓ સુખેથી સ્વર્ગ વાસ પામ્યા છે. તેમજ પૃથ્વી પર રહેલી જાણે ઈંદ્રાણી હોય તેવી સુકમલ કાંતિથી ભરપુર શીલવતી નામે તેની સ્ત્રી છે. તેને હું પુત્ર છું, મહારું નામ વિમલવાહન છે. આ હસ્તીને વશ કરવા હું આરૂઢ થયે, મન્મત્ત થયેલે આ હાથી યમની માફક બહુ રોષથી મહુને ઉપાડીને ચાલતો થયો. તેને સ્થિર કરવાને મહેં ઘણે પ્રયાસ કર્યો પરંતુ તે માતંગ-હાથી છે તે નામનું સાક્ષ્ય માતંગ-ચાંડાલપણુ જાહેર કરવાને જેમ તેણે શ્રમાદિકને લીધે મુડદા સમાન હુને કરી દીધો. કાષ્ટની માફક અચેતન થયેલ અને પ્રાણું પણ છોડીને ચાલ્યા ગયા હોય તેમ બેભાન થયેલા હુને આપે જીવિતદાન આપ્યું. માટે હે મિત્ર? આપે કયે ઉપકાર ન કર્યો ગણાય? કુલવાન, ધનવાન, વિદ્વાન, ધનુષધારી, વિનયવાન અને નીતિમાન પુરૂષ આ દુનીયામાં
For Private And Personal Use Only