________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
(૧૧૫) ભેદનાર બાવડે રાજાએ શત્રુઓને તેવા અંધકારમાં નાખ્યા કે બહુ ઉતાવળથી નાસવાને તેમને માર્ગ પણ જડે નહીં. હાથી અને ઘોડા વિનાના તે વેરીરાજાઓને પદાતિ–કિંકરની માફક વિમલવાહને જીતી લીધા અને પિતાના તાબે કર્યા. ત્યારબાદ જ્યલક્ષ્મીના આલિંગનથી સૈભાગ્યને પ્રાપ્ત થયેલે
વિમલવાહન રાજા સુભટો સાથે ત્યાં જઈને અજવિજયપ્રાપ્તિ. પુત્રના પગમાં પડયે. લક્ષ સૈનિકેથી વીંટાયેલા
ચકી સમાન તે મહાપુરૂષને જોઈ બીજા રાજાઓ પણ બહુ આશ્ચર્ય પામ્યા. પછી વિમલવાહનરાજા અજાપુત્રને મહોત્સવપૂર્વક પોતાના સ્થાનમાં લઈ ગયા અને વિનયપૂર્વક નેહચિત વચનવડે કહેવા લાગ્યા, હે દેવ? પ્રથમ હે મહને જીવિતદાન આપ્યું હતું, હાલમાં આ રાજ્ય પણ હું આપ્યું અને આ મહારા સર્વ ભાવિ વૈભવના હેતુપણ તમેજ છો. વળી તહારૂં પરાક્રમ કોઈ અલોકિક છે, જેથી ક્ષણમાત્રમાં બીજાને રાજ્ય પણ આપે છે અને પોતે કંઈપણ ઈચ્છતા નથી. તેપણું પિતાના ગુણોથી ખરીદેલું આ રાજ્ય આપ સુખેથી ભેગ, હું તે શ્રીરામની હનુમાન જેમ આપની સેવા કરીશ. અજાપુત્ર બે, હે રાજન ? હારી આટલી બધી ભક્તિ છે તે હવે હારે કંઈ ન્યૂનતા નથી, રાજ્યનું હારે કંઈ કામ નથી. જેઓ ઉપકાર કરી પારકાનું કંઈ પણ લેતા નથી તેજ સત્પરૂષ કહેવાય એમ હારું માનવું છે. તેથી હારે કંઈપણ જોઈએ નહીં, કારણ કે તે ગ્રહણ કરેલી વસ્તુઓ વડે પોતાના શુભચારિત્રની કિંમત લીધી ગણાય છે. રાજાની પ્રાર્થનાવડે અજાપુત્ર ત્યાં બહુ સત્કારપૂર્વક રહ્યો, રાજાએ હેટા ઉત્સવથી તેને પ્રસન્ન કર્યો, બાદ તે કેટલાક દિવસ ત્યાં રહો.
પિતાના ની કમાન છે આટલી છે
For Private And Personal Use Only