________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
( ૧૧૩ ) કુશલ છે. તમારી તરફના સર્વ સમાચાર પોતાના સેવકના સમાન આ શુકના કહેવાથી હે જાણ્યા છે. હવે તમારે કંઈ ચિંતા કરવી નહીં, જે થવાનું હતું તે થઈ ગયું, હું જલદી આવું છું, ત્યાંસુધી પોતાના નગરની બરાબર સાવચેતી રાખવી, એ પ્રમાણે લેખ વાંચવાથી રાજકુમારનું આગમન જાણું મંત્રી સ્વામી સહિત હોય તેમ પ્રમુદિત થયો. હે શુક? આ સમયે હું જે મહારે ઉપકાર કર્યો એટલે મ્હારા બંધુએ પણ નથી કર્યો. એ પ્રમાણે મંત્રીએ શુકને ઘણે આભાર માન્યો. કુમારને જલદી અહીં મોકલો એમ શુકને ઉપદેશ આપી મંત્રીએ વિદાય કર્યો. શુકે પણ ત્યાં આવી કુમારને તે વૃત્તાંત નિવેદન કર્યું. ત્યારબાદ અજા પુત્ર પ્રયાણ માટે તૈયાર થયો અને ગુટકાના
પ્રયાગવડે ભાખંડ પક્ષિનું સ્વરૂપ ધારણ કર્યું, રાજ્યાભિષેક. પછી પોતાનાં બાળકોની માફક સર્વે કુમારાદિકને
પાંખોની અંદર ગોઠવી આકાશમાગે ઉડીને ક્ષણમાત્રમાં વિજયપુરમાં ગયે. અહો ! “ઉત્કૃષ્ટ સિદ્ધિનો મહિમા અલૌકિક હોય છે.” શત્રુઓનો નાશ કેવી રીતે કરે તે ઉપાય બતાવ્યું, જેથી રાજકુમાર સ્વસ્થ થયા. પછી વિમળવાહન સહિત અજાપુત્ર દરવાજા આગળ ગયા. કુમારના આવવા પહેલાં જ મંત્રીએ દ્વારપાલને કહી રાખ્યું હતું, જેથી તેણે માર્ગ બતાવ્યો એટલે તેઓ રાજમહેલમાં ગયા. વિમલવાહન કુમારે અજાપુત્રનું વૃત્તાંત કહ્યું. તે સાંભળી મંત્રી અજાપુત્રને પોતાના પૂર્વજથી પણ અધિક માનવા લાગે. કારણ કે “ઉપકારી પુરૂષ કોને પ્રિય ન થાય?” પ્રભાતકાળમાં અજાપુત્રેવિમલવાહનને રાજ્યગાદીએ સ્થાપન કર્યો. મંત્રીએ નગરમાં મહોત્સવ કરાવ્યું. નવીન રાજા-ભૂપતિ =ચંદ્રને ઉદય થવાથી આકાશની માફક તે રાજ્ય દીપવા લાગ્યું. અને લોકે
For Private And Personal Use Only