________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
શ્રીકુમારપાળચરિત્ર. સ્થાન હશે? એમ ક્ષણમાત્ર વિતર્કકરી સુગંધમય અને પ્રફ મંદારતરૂનાં પુષ્પમાં ગુલતાન બનેલા તેમજ ગુંજારવ કરતા ભમરાઓના ઝંકારાઓવડે વાચાલિત હોય ને શું ? કેતુકથી નિશ્ચલ અંગે ઉભેલી દેવાંગનાઓ હોય ને શું? તેમ ચારે તરફ ગોઠવેલી મણિમય પુતળીઓ વડે વિભૂષિત, તેમજ પંચવણી
રણયમાન અનેક રત્નથી બાંધેલું છે ભૂતલ જેનું એવા તે પ્રાસાદના મધ્યભાગમાં તે ભ્રમર આશ્ચર્ય પામતે સ્થિર થયે. તે પ્રાસાદની અંદર પૂર્વાદિક ચારે દિશાઓમાં પિતપોતાના
વર્ણ અને પ્રમાણથી યુક્ત, રત્નના પીઠ દિવ્યસંગીત. ઉપર પ્રતિષ્ઠિત કરેલા અને દરેક દિશામાં
અનુક્રમે બે, ચાર, આઠ અને દશ એમ આદિનાથ આદિ વીશ તીર્થકરોની વિધિ પ્રમાણે વિદ્યાધરીઓએ પૂજા કરી પછી તેઓ ભક્તિ વડે સ્તુતિ કરવા લાગી. તેવામાં ત્યાં ઈદ્વાણ વિગેરે પિતાના પરિવાર સાથે અભુત શોભાયુક્ત ઇંદ્રપણું આવ્યું. જેના શરીરની અપૂર્વ કાંતિવડે સૂર્ય પણ ઝાંખે પડી ગયે, તેમજ અનુત્તમ દેવદૂષ્ય અને દીવ્ય અલંકારોથી સુશોભિત એવા તે ઇંદ્રની સાથે બહુ દેવતાઓ આવેલા હતા, બહુ આનંદથી પુષ્પાંજલિપૂર્વક જીનેંદ્ર ભગવાનનું સ્નાત્ર કરીને વિવિધ પ્રકારનું પૂજન કર્યું. પછી ઇંદ્ર મહારાજ નૃત્ય ગીત માટે રંગમંડપમાં ગયા. તું બુરૂ વિગેરે દેવગાયકો ગાવા લાગ્યા. જેમને અવાજ કોકિલના ધ્વનિને અનુસરતું હતું, તાલ અને ગીતને બહુ ઉચિત લાગે તે પ્રમાણે વાત્ર વાગવા લાગ્યાં. ઈંદ્રાણું વિગેરે દેવાંગનાઓ ચાર પ્રકારના અભિનય-કરચેષ્ટાદિ સહિત, લાસ્ય-સ્ત્રીગીત અને તાંડવ–પુરૂષ ગીતના વિવિધભેદવડે વિચિત્ર પ્રકારનાં નૃત્ય કરવા લાગી. દેવતાઓની સભામાં મનુષ્યજાતિ રત્નના ઢગલામાં કાચના ટુકડા બરેબર ગણાય એમ
For Private And Personal Use Only