________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
રવડે આનંદ પામતી તે સ્ત્રીઓ માર્ગમાં અહીં આવ, અહીં આવ એમ તે ભ્રમરને પોતાની પાસમાં બોલાવતી હતી. ભ્રમર પણ સિદ્ધની માફક તેમને ભાવ સમજી તેમની પાસે જઈને સુંદર સ્વરવડે તેમના કર્ણ માર્ગમાં અમૃતની વૃષ્ટિ કરતા હોય તેમ આનંદ આપતો હતો. એ પ્રમાણે વિદ્યાધરીએથી ડગલે ડગલે સત્કાર પામતો ભમર આકાશને સ્પર્શ કરતું છે શિખર જેનું એવા અષ્ટાપદ પર્વત પર ગયે. તેની ચારે બાજુએ વહેતી ગંગાના અગાધ પાણીમાં પડેલા પ્રતિબિંબવડે હંમેશાં પોતાનું સંદર્ય જેતે હોય ને શું ? વળી ચંથી ઉત્પન્ન થયેલા અને ચારે તરફ પ્રસરતા પુણ્યથી જેમ અથવા યશવડે જેમ દેદીયમાન સ્ફટિક રત્નોના શરીરવડે વિશુદ્ધ કાંતિમય, સર્વત્ર રત્નમય હોવાથી સર્વ પર્વતના જયવડે પ્રગટ થયેલી કીત્તિઓને ઝરણાઓના મિષથી સાક્ષાત્ ધારણ કરતો હોય ને શું ? વળી ઉંચાઈમાં આઠ જન અને આઠ જેનાં પગથારીયાં રહેલાં છે એવા તે અષ્ટાપદગિરિને અજા પુત્ર સર્વ બાજુએ જેવા લાગ્યા. તેમાં ઉંચાઈ અને કાંતિવડે પૃથ્વી ઉપર રહેલા સમસ્ત પ્રાસાદેને મહેદી પતાકારૂપી આંગળીઓના હલાવવાવડે તિરસ્કાર કરતો હોય, ઉત્તમ સુવર્ણને પ્રકાશિત કરનાર તિષ્ય મંડલને લીધે પીતવર્ણ, જેથી બહારના ભાગમાં ચારે તરફ કેસર ચંદનના લેપવાળે હાય ને શું? આ દુનીયામાં હારા સરખો કોઈપણ પ્રાસાદ છે કે નહીં તે જોવા માટે પર્વતના ઉંચા શિખર પર આરૂઢ થયેલો હોય ને શું ? વળી ચાર દ્વાર, ત્રણ કેશ ઉંચાઈ અને લંબાઈ ને પહોળાઈમાં એક જન સિંહનિષદ નામે સુવર્ણમય એક અદ્ભુત ચિત્યનાં દર્શન થયાં, તે જોઈ ભ્રમરરૂપ અજા પુત્ર પિતાના મનમાં વિચાર કરવા લાગે; આ શું પુણ્યને ઢગલે હશે ? કિંવા પરામસંબંધિ તેજ હશે ? કિંવા મોક્ષ
For Private And Personal Use Only