________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
( ૧૦૩) કર્યો. બાદ તે દેવતાએ તેને ઉપાડી ત્યાંથી વાવના કીનારે મૂક્યો, ત્યાં પોતાના બંને પુરૂષો સુઈ ગયા હતા, તેમના પડખામાં અજાપુત્ર પગથી તે મસ્તક સુધી દીવ્ય વસ્ત્ર ઓઢીને સુઈ ગયા. ક્ષણમાત્ર પછી જાગી ઉઠેલા બંને પુરૂષો વિચાર કરવા લાગ્યા. દીવ્ય વસ્ત્ર ઓઢી આ કણ સૂતો છે? તેટલામાં અજાપુત્ર બેઠે થ અને પિતાની ઓળખાણ આપી તેમને તેણે વિસ્મિત કર્યા. ત્રણે જણ પરસ્પર વાતચિત કરી સમયકાલ વ્યતીત કરતા હતા. તેવામાં પંક-કાદવ=પાપને દૂર કરનાર, બહુ પ્રકારનાં ધાન્ય બહુ ધાર્મિક જનોની વૃદ્ધિ કરનાર એવા સત્પરૂષ સમાન સર્વને પ્રિય એ શરકાલ આવ્યો. જે શરદ્દ ઋતુની અંદર સકુરણાયમાન કમલેના સમૂહ રહેલા છે અને ફલના ભારથી નમતા ડાંગરના છોડવાઓ સતપુત્ર માતાને જેમ પૃથ્વીને શોભાવે છે. તે સમયે મયૂરના શબ્દો કઠોર લાગતા હતા અને હંસના શબ્દો મધુર લાગતા હતા, અથવા હંમેશાં રમણીયતા કેનામાં રહે છે? તેમજ શર૬ ઋતુમાં લક્ષ્મીથી વિશાલ સરલ અને પંક રહિત માર્ગો સજજનની માફક સેવવા લાયક થયા. મેઘ મંડલ નિવૃત્ત થઈ ગયું, તેથી આકાશ જાણે ઉંચું ગયું હોય, દિશાઓ પાછી પડી હોય ? આકાશ અને પૃથ્વીને મધ્યભાગ જાણે વિશાળ થયું હોય તેમ દેખાવા લાગ્યું. બાદ અર્થ અને કામ સહિત ધર્મની માફક બંને પુરૂષ સહિત અજાપુત્ર ત્યાંથી નગરી પ્રત્યે ચાલતો થયો અને પિતાના મનમાં વિચાર કરવા લાગે, હેં ત્રણે લેકને દષ્ટિગોચર કર્યો. તિર્યંચાને મનુષ્ય બનાવવાનું ચૂર્ણ દુર્લભ છતાં પણ મહે તે મેળવ્યું, તેમજ મનુ
ને તિર્યંચ બનાવનાર જલ પણ મેળવ્યું, ચૂર્ણના વેગથી આ બંને તિર્યંચને મનુષ્ય બનાવ્યા અને તેઓ સેવકની માફક મારી આજ્ઞામાં રહે છે, માટે મારે જન્મ સફલ થયે, વળી
For Private And Personal Use Only