________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪)
શ્રીકુમારપાળચરિત્ર. મારૂ ભાગ્ય પણ પ્રબલ છે એમ આનંદમાનત છતે તે જયંતી નગરીમાં ગયો. મનને સ્થિર કરનારી તે નગરીની શેભાને સર્વત્ર જેતે જેતે અજાપુત્ર બહબુદ્ધિ નામે શેઠને ત્યાં ગયે. શ્રેણી એને જોઈને સમકે આ કોઈ ઉત્તમ પુરૂષ છે, એમ જાણી તેણે પિતાના ઘરમાં તેને ઉતારે આપે. અજાપુત્ર પણ બંને પુરૂષો સહિત ત્યાં રહ્યા. અહો? સત્યરૂષોને સર્વત્ર સત્કાર થાય છે. હવે પિતાની પાસે જે હાર હતું તે તેણે સંરક્ષણ માટે
શેઠને મૂકવા આપ્યો અને જે ચૂર્ણ હતું તે કપિ વિક્રમરાજા. પુરૂષને આપ્યું, પછી અજાપુત્ર નખ ઉતરાવવા
માટે હજામના ઘેર ગયે. તેના ઘેરથી નીકળતાં અજાપુત્રની કહેડેથી બંને દીવ્ય વસ્ત્ર દૈવયોગે પડી ગયાં. તે વસ્ત્રો હજામે લાંબા હાથે લઈ લીધાં. બહુ સુકોમલ હોવાથી તેણે જાણ્યું કે આ દેવલોકનાં વસ્ત્ર છે તેથી એની કિંમત વધારે હશે, એમ ધારી તેણે શેઠને ત્યાં વેચી દીધાં. શેઠે જાણ્યું કે આ દીવ્ય વસ્ત્ર રાજાને લાયક છે, એમ સમજી તેણે પોતાની નગરીને અધિપતિ વિકમરાજા હતા તેને ભેટમાં આપ્યાં, તે અરસામાં ક્ષીણ થયેલા કામદેવનું બળ વધારવા માટે ઉત્તમ પ્રકારનું રસાયન હોય તેમ વસંત ઋતુ પ્રગટ થયે. બાલપલેના સમૂહથી રક્ત થયેલી વનભૂમિ વસંત રૂપ પોતાના પતિ પ્રત્યે રાગને પ્રગટ કરતી હોય તેમ દેખાવા લાગી. મકરંદ-રસના પાનથી ઉન્મત્ત થયેલા અને ગુંજારવ કરતા ભ્રમરાઓ જાણે ઋતુ રાજાની બિરૂદાવલી બેલતા માગધ હેય ને શું? તેમ શોભતા હતા. વિયેગી સ્ત્રીના હૃદયમાં રહેલા વિરહાગ્નિને પ્રદીપ્ત કરવા જેમ મલયાચલને વાયુ વિશેષવાવાલાગ્યા. ઋતુરૂપી પતિનું આગમન થયે છતે ચંચલ પવડે નૃત્ય કરતી, પુપાવડે હાસ્ય કરતી અને અમરાઓના ગુંજારવવડે સંગીત કરતી હોય તેમ વનભૂમિ
For Private And Personal Use Only