________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળચરિત્ર. ભવિષ્યના વિરહ દુઃખને લીધે પીડાયેલી તે દેવી ચક્રવાકીની માફક શુન્ય બની ગઈ અને શાકને લીધે ગણદકંઠરાજાને કહેવા લાગી. હે દેવ? હારી દાસીઓ તે સરોવર ઉપર ક્રીડા કરવા આવેલી હતી. ત્યાં હુને કામદેવથી પણ અધિક રૂપવંત જે હારી પાસે તેઓ આવી અને તે વાત મહેને જણાવી. તે સાંભળવાથી પૂર્વ જન્મની સ્ત્રીની માફક હું હારી ઉપર બહુ પ્રેમથી આસકત થઈ ગઈ. ત્યારબાદ પુણ્યવંત પુરૂષમાં ચૂડામણિ સમાન તને અહીં લાવવામાં મહારું સામર્થ્ય ચાલી શકયું નહી, તેથી હસ્તીનું સ્વરૂપ ધારણ કરી લ્હારા દેખતાં હારા મિત્રને હું અન્યત્ર લઈ ગઈ, પછી હે રાજન? તેના દુખને લીધે મહારા ભાગ્યથી તું અહીં આવ્યો, આજ સુધા મ્હારી સાથે હે અપૂર્વ સુખ ભોગવ્યું. હવે તમે તમારા સ્થાનમાં જવાની ઈચ્છા કરે છે તે હું તમને શું કહું? કારણ કે “ગમન અને મરણની ઈચ્છાવાળાઓ કેઈથી પણ રોકી શકાતા નથી. પરંતુ હે સ્વામિન ? મ્હારૂં મન તહારી સાથે આવશે. કારણ કે પોતાને પ્રાણનાથ પ્રયાણ કરે ત્યારે ભૂત્યની માફક મન રહેતું નથી. વળી હંમેશાં સ્વતંત્ર વિચરનાર પુરૂષને જન્મ ઉત્તમ ગણાય છે. અને જીવન પર્યત પરાધીન વૃત્તિવાળી સ્ત્રીઓને જન્મનિંદિત–અધમ ગણાય છે. “મેક્ષસુખનાકારણભૂત એવા જન્મનો અભાવ કંઈક સારે પણ સવે દુ:ખના હેતુભૂત સ્ત્રીએને જન્મ બલકુલ સારે નહીં.” સંગ થયે છતે સુખ ઘેટું હોય છે અને વિયેગમાં ભારે દુઃખ થાય છે એમ જાણતે છતે પણ મોહિત થયેલો સ્ત્રીવર્ગ પ્રિયને વિષે આસકત થાય છે, એ બહુ શોચનીય છે. હે સ્વામિન્ ? હું દૂર છું છતાં પણ હુને આપને સ્વાધીન માનશે. વળી મહારે કંઈપણ અવિનય થયો હોય તો આપ કૃપા કરી ક્ષમા કરશો. એમ કહી સર્વાંગસુંદરીએ દીવ્ય વસ્ત્રાભૂષણથી તૃપાદિક ત્રણે પુરૂષને અલંકૃત કર્યા પછી તેમને તેણીએ તે સરોવરના કિનારે પહોંચાડ્યા.
For Private And Personal Use Only