________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
( ૫ ) સ્વરૂપ આ અહીં કયાંથી? એમ ચકિત થયેલી તે વ્યંતરીએ તેને ઉપાડી પિતાની સ્વામિનીની પાસે લઈ ગઈ. ત્યાં રહેલે દુર્જય રાજા આ અભુત સ્વરૂપ જોઈ આશ્ચર્ય પામ્યું કે આ શું? પછી તેના હૃદયમાં ચંડિકાનું વચન યાદ આવ્યું. હું જ્યારે શિર છેદ કરતા હતા ત્યારે દેવીએ હુને કહ્યું હતું કે છ માસ પછી માનવ અને સિંહના સ્વરૂપમય હારા મિત્રને હવે સમાગમ થશે. એમ સ્મરણ થયા બાદ તે ભૂપતિએ દેવીએ આપેલા ઓષધ રસનું સિંચન કર્યું કે તરતજ અજાપુત્ર મનુષ્યરૂપી મઘરના મુખમાંથી બહાર નીકળે, વળી મઘરતો તે જ પ્રમાણે મનુષ્પાકાર સ્થિતિમાં ઉભે રહ્યો અને અજાપુત્ર પણ મનુષ્યના સ્વરૂપને પ્રાપ્ત થયે, બંને જણ દેવગથી સચેતન થઈ ગયા. બાદ રાજાએ અજપુત્રને ઓળખીને તેના વિગ વ્યથાની આતુરતાને લીધે અંદર પ્રવેશ કરવાને જેમ દઢતર આલિંગન કર્યું. પરસ્પર એકબીજાના વૃત્તાન્તના નિવેદનરૂપ અમૃતના સિંચન
વડે તેઓ બંને જણ ચિરકાલ પ્રીતિરૂપ વેલડીને સરોવરપ્રાપ્તિ. પલ્લવિત કરવા લાગ્યા. સર્વાંગસુંદરી દેવીએ
તેમજ દુજયરાજાએ પણ સત્કારપૂર્વક મઘરપુરૂષ સહિત અજા પુત્રને પોતાના સ્થાનમાં રાખ્યો અને તેઓ ત્યાં સુખેથી રહ્યા. એક દિવસ પ્રસન્ન થયેલે અજાપુત્ર અતિશય સફુરણયમાન દાંતની કાંતિવડે દિશાઓને ઉજવલ કરતો છતે, દુર્જયરાજાને કહેવા લાગ્યો. હે દેવ? આપના નીકળ્યા પછી આ પના વિરહ દુઃખથી આપને સમસ્ત પરિવાર પણ અગ્નિમાં ડૂબેલાની માફક બહુ દુઃખી થયો છે. માટે તમે પોતાના સ્થાનમાં ચાલે, અને પિતાના દનરૂપ અમૃતરસવડે ચંદ્રની માફક આપ સર્વ પરિવારનું જલદી સિંચન કરો. એ પ્રમાણે પોતાના મિત્રનું વચન સાંભળી રાજા પોતાના નગરપ્રત્યે હાથી વિંધ્યાચલ પ્રત્યે જેમ ઉત્સાહવાળે થયો અને તે વાત સર્વાંગસુંદરી દેવીને તેને પૂછી.
For Private And Personal Use Only