________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ )
શ્રીકુમારપાળચરિત્ર. પતિએ કહ્યું; આની નીચે દુઃખના એરડા સમાન સાત નરકસ્થાન છે. જેમની અંદર અત્યંત દુઃખથી પીડાતા નારકી જીવ રહે છે. હું કેવી રીતે તે સ્થાને જોઈ શકું? એ પ્રમાણે કેતુકથી તેણે પૂછયું, ત્યારે તેના મસ્તક ઉપર વ્યંતરેકે ગુરૂની માફક પોતાને હસ્ત મૂકો. તેના પ્રભાવથી સિદ્ધાંજનના પ્રક્ષેપથી જેમ ક્ષણમાત્રમાં જ્ઞાનીની માફક તે દીવ્ય ચક્ષુષવાળે થયે અને તે નરકસ્થાનનું અવલોકન કરવામાં શક્તિમાન્ થયે. રત્નપ્રભાદિક સાત નરકસ્થાને નીચે રહેલાં તેઓ અનુક્રમે તત્કાલ તેના જેવામાં આવ્યાં. તે સાત ભૂમિકાઓમાં અનુક્રમે ૩૦–૨૫–૧૨–૧૦–૩ પાંચ ઓછા એકલાખ અને પાંચ એમ એકંદર ૮૪ લાખ નરકાવાસ છે. તે સાતે ભૂમિકાઓ દુર્ગધ અને પ્રસાર પામતી ખરાબ ચરબી, રૂધિર વિગેરે અશુચિથી ભરેલી છે. રત્નપ્રભાદિ ત્રણ ભૂમિકાઓમાં અગ્નિથી પણ ઘણું ઉષ્ણ, ચોથી ભૂમિકામાં ઉપર ઘણા અતિ ઉષ્ણુ અને નીચે કિંચિત્ ઠંડા, પાંચમી ભૂમિકામાં બહુજ અયુષ્ણુ, અને હિમથી પણ કંઈક ઠંડા તેમજ છઠ્ઠી અને સાતમી ભૂમિકામાં સર્વત્ર શીતમય એવા નરકાવાસ નીકળવાના માર્ગથી અજ્ઞાત અને અંધકારથી વ્યાસ ગર્ભાવાસની માફક અજાપુત્રે જોયા. ત્યાં આગળ નિર્દય એવા અંબાદિક પરમાધાર્મિક દેવતાઓ કેટલાક જીવોને શુલીઓ ઉપર ફેંકે છે, કેટલાકને ચિતાગ્નિમાં નાખે છે. કેટલાકને વા સમનિ તીક્ષણ કાંટાઓમાં અફળાવે છે, કેટલાકને આરાદિકથી વિંધે છે, કેટલાકને દેરડાઓ બાંધે છે, કેટલાકનાં કુઠાર, ત્રિશૂલ, ભાલા, તરવાર, ગુપ્તિ, શક્તિ અને તેમરોવડે ઉદર અને હૃદયને ચીરે છે, તેમજ ચરબી, માંસ, આંતરડાં અને કેશને ખેંચે છે, કેટલાક તે મસ્તક, બાહુ, કેડ, હાથ, પગ અને આંગળીઓને ભાગી નાખે છે, કેટલાક મહાકુંભી-કુંડ અને કઢાઈ વિગેરેમાં જીવેને રાંધે છે, તેમજ તેઓના શરીરમાંથી
For Private And Personal Use Only