________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
શ્રી કુમારપાળચરિત્ર. તેમજ સુધાતૃષા વિગેરે બીજી દશ પ્રકારની મહાવ્યથાઓને સહન કરે છે, ત્યાં નિમેષાધિ પણ સુખ હેતું નથી. દશ પ્રકારની વ્યથા નીચે મુજબન્નેરથા વિહં, વેય પશુમમાળા વિસિ तद्यथा-सीयं १ उसिणं २ खुहं ३ पिवासं ४ कंडं ५ परब्भं ६ મયં ૭ સૌi ૮ નાં ૨ વાર્દિ ?!” શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, ખર્જન, પરતંત્રતા, ભય, શાક, જરા અને વરકુછ વિગેરે વ્યાધિઓ ભેગવવી પડે છે. તેમજ શ્યામ અંગવાળા, નિંદવાને લાયક, છિન્ન ભિન્ન અંગવાળા અને આંતરડાં બહાર નીકળવાથી ભયંકર એવા નારકી જીવને જોઇ અજાપુત્ર અજાયબ થઈ ગયે. તેમનું દુઃખ જેવાથી સાક્ષાત્ અનુભવથી જેમ અજાપુત્ર એકદમ મૂછિત થઈ મુડદાની માફક પૃથ્વી પર પડી ગયો. પછી વ્યંતર લોકોએ શીતાદિક બહુ ઉપચાર કર્યા, જેથી તે સચેતન થઈ ગયું. એટલે બહુ શકાતુર થઈ ગયું અને પોતાના મનમાં સંસાર સ્થિતિને વિચાર કરવા લાગે. ધિક્કાર છે આ સંસારને કે જેની અંદર મધના બિંદુ સમાન સુખ રહેલું છે અને દુઃખ તે સમુદ્ર સમાન અપાર રહેલું છે. છતાં શેચનીય એ છે કે પ્રાણીઓ તેમાં લુબ્ધ થાય છે. અરે? આ પ્રાણીઓને પણ વારંવાર ધિકાર છે, કારણ કે તેઓ બહુ આરંભ સમારંભથી હંમેશાં અટકતા નથી, જેથી તેના પાતકે વડે પ્રેરાયેલા પ્રાણીઓ અધોગતિને પામે છે. માત્ર આરંભમાં જ સરસ અને પરિણામે નીરસ કિંયાક વૃક્ષના ફલ સમાનદુષ્ટ એવા પાપ તારૂના ફલને ધિક્કાર છે, હું માનું છું કે સંસારમાં જ્યાં સુધી ધમાંમૃતનું તૃપ્તિ પર્યત પાન કરાતું નથી ત્યાં સુધી પાપથી પ્રગટ થયેલ તાપ શાંત થતું નથી. માટે હું મહારા સ્થાનમાં જાઉં અને કંઈક હવે આત્માનું હિત સાધન કરું, જેથી શાંત થઈ મહારે આત્મા સર્વથી નિવૃત્ત થાય.
For Private And Personal Use Only