________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬)
શ્રીકુમારપાળચરિત્ર.
તેમાં શત્રુરૂપ હસ્તીઓને વિદારવામાં સિંહ સમાન પ્રણાલમંત્રી. અરિકેસરીનામે દેવસમાન રાજા રાજ્ય કરતો હતો.
શત્રુરૂપ વાંસડાઓને બાળવાની ઈચ્છા કરતા જેના પ્રતાપરૂપી અગ્નિને અતિપ્રબલ એવું શા પવનની સહાય આપતું હતું. તે રાજા હાલમાં સ્વર્ગવાસી થયે છે તેથી તેમનું રાજ્ય સ્વામી વિનાનું સાયંકાલના વાદળ સમાન થઈ ગયું છે. ત્યારબાદ તેના સુમિત્ર મંત્રી વિગેરે પ્રધાનવને એકઠામળી અપરાજીતા કુલદેવીની આરાધના કરી, પ્રસન્ન થઈ કુલદેવીએ આજ્ઞા કરી છે કે તે રાજ્યને લાયક આપે છે અને તે દેવીના કહેવાથી આપને તેડવા માટે અમે અહીં આવ્યા છીએ. આપના દર્શનથી આ સૈન્યને તથા અમને બહુ આનંદ થયે છે. વળી આ રાજ્યલક્ષમી આપના આશ્રયથી ઈંદ્ર સહિત સ્વર્ગશ્રીની માફક પ્રકાશિત થાઓ. હે નરદેવ ? હું આરકેસરી રાજાને વંશપરંપરાને મંત્રી છું, હારૂ નામ પ્રનાલોક છે, આ હકિકત નિવેદન કરવા માટે હું આવેલ છું. એમ વિનતિ કરી તે મંત્રી મન રહ્યો, એટલે તરતજ તે અપરાજીતા દેવીએ ત્યાંજ સુવર્ણમય સિંહાસન પર અભયંકર રાજાને બેસારી રાજ્યાભિષેક કર્યો. તેમજ તે યોગીની પાસમાંથી બચાવેલી કન્યા રાજાને આપીને તે દેવી અંતર્ધાન થઈ ગઈ. જુઓ કરેલે ઉપકાર અભયંકર રાજાનેતેજ વખતે સફલ થયે.” અહ? પરોપકારનો પ્રભાવ?— हरति विपदं सूते कीर्ति निकन्तति वैरितां,
जनयति जने मानाधिक्य, वशीकुरुते रमाम् । मदयति दयासारं धर्म, तनोति महोदय,
किमिव मुधियां नाधत्तेऽसौ परोपकृतिः कृता ॥१॥
For Private And Personal Use Only