________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૬)
શ્રી કુમારપાળચરિત્ર. શિરછેદ કરવાની કોઈ જરૂર નથી, શા માટે તુ દુઃખી થાય છે ? હારા પુણ્યને લીધે છ માસ પછી હારા મિત્રને સમાગમ હુને જરૂર થશે, ચિંતા કરીશ નહીં. એમ કહાબાદ દેવી તેના કાનમાં કઈ કહીને પશ્ચાત્ દીવ્ય ઔષધ આપીને પોતાના સ્થાનમાં ચાલી ગઈ. તેવામાં અદ્દભુત શૃંગારથી વિભૂષિત કેઈક સ્ત્રી ચંદનપુષ્પ વિગેરે પૂજાપ લઈ દેવીને પૂજવા માટે ત્યાં આવી. તે સ્ત્રીને જોઈ રાજા વિચાર કરવા લાગ્યા. જરૂર આ માનુષી નથી, કારણ કે હુને જેવા માટે તેણુંની દષ્ટિ નિનિમેષ-સ્થિર હોય તેમ દેખાય છે. અથવા લાવણ્યના સ્થાનરૂપ આ ખરેખર રતિ હશે. કારણ કે એના દર્શનથી પણ સવીગે કામની કુરતિ થાય છે. એમ રાજા વિચાર કરતા હતા તેટલામાં તે સ્ત્રીએ દેવીની પૂજા કરીને કામના બાણ સમાન મારેલા કટાક્ષવડે તે રાજાને વિહિત કર્યો. તેમજ કાંતિવડે સુકેમલ રાજાના મુખ ચંદ્રનું અવલોકન
કરતી તે સ્ત્રીને પ્રેમરૂપી સાગર બહુ ઉછળવા સર્વાંગસુંદરી. લાગે. એ ઉચિત છે, રાજાના દર્શન માત્રથી
તરતજ તે સ્ત્રી અત્યંત કામાતુર થઈ ગઈ અને કટાક્ષવડે તેને જોતી જોતી પોતાના સ્થાનમાં તે ચાલી ગઈ. પછી રાજા વિચારમાં પડે. આ કોણ હશે? અને અકસ્માત્ અહીં કયાંથી આવી? સ્નેહરષ્ટિથી કામાતુર થયેલા હુને વારંવાર તે શા માટે જોતી હશે? એમ રાજા પોતાના મનમાં વિચાર કરતે હતા તેવામાં કેઈક સ્ત્રી ત્યાં આવી અને અમૃતમય વાણીવડે રાજાને કહેવા લાગી. રાજન્ ? બહુ તેજસ્વી અને ગજગામિની સર્વાંગસુંદરી નામે વ્યંતરદેવી અહીં નજીકમાં રહે છે. તે અ. મારી સ્વામિની છે. તે આ દેવીને પૂજવા માટે અહીં આવી હતી, કામ સમાન તેજસ્વી એવા આપના દર્શનથી બહુ પ્રેમને લીધે તે આપને પોતાને ત્યાં બોલાવે છે. માટે
For Private And Personal Use Only