________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ
( ૫ )
અને પાણીની અંદર ઘણા નીચા ઉતરી ગયા, પછી હસ્તી એકક્રમ અદૃશ્ય થઇ ગયા.
મિત્રખેદ.
મિત્ર સહિત હસ્તીને અદશ્ય થયેલા જોઇ રાજા લક્ષ્યથી ભ્રષ્ટ થયેલા સિંહની માફક બહુ ખેદમાં પડી ગયા. મ્હારા દેખતાં છતાં આ મ્હારા મિત્ર ક્યાં ગયે ? એમ ચકિત થયેલા રાજા આગળ ચાલવા લાગ્યા. કંઇક દૂર ગયેા એટલે સાનાના એક મહેલ તેના જોવામાં આવ્યેા. દૈદીપ્યમાન સુવણૅ માંથી નીકળતા કાંતિના સમૂહવડે ચારે તરફ પ્રસરતા ખાલ સૂર્યના કિરણાથી જેમ દિગ્મંડલને પિંજર કરતા, દેવવિમાનની માફ્ક તેજસ્વી અને અલૈકિક લક્ષ્મીવડૅ વિભૂષિત તે મ ંદિરને જોઇ રાજા વિચાર કરવા લાગ્યા; તે હાથી, મ્હારા મિત્ર, તે હદ અને તે પાણી કયાં ગયાં ? તેમજ આ ભૂમિ અને મંદિર ક્યાંથી દશ્ય થયાં ? સ્વપ્ન સમાન આ શું ? ? વિસ્મિત થયેલે રાજા તે મદિરની અંદર ગયા. ત્યાં દીબ્ય પૂજાથી સુશોભિત ચડીકાદેવીનાં તેને દર્શન ચડીકાદેવી. થયાં, ખાદ રાજાએ દેવીને પ્રણામ કર્યા. પછી રાજાના મનમાં બહુ પશ્ચાત્તાપ થયા કે મ્હારા દેખતાં હાથી મ્હારા મિત્રને હરી ગયા છતાં મ્હારાથી તેનુ રક્ષણ ન થઈ શકયું. માટે હું ધિક્કારને પાત્ર છું, એમ તે દુયરાજા અહુ દુ:ખી થયા. છતા તે દેવીની પૂજાને ઇચ્છતા હોય તેમ તે દેવીની આગળ મસ્તકરૂપી કમળને ખ{વડે છેઢવા માટે તૈયાર થયા. અડા? “ સજ્જન મૈત્રી કેવી અલૈાકિક હાય છે? ” દુય ભૂપતિ કમલની માફક પોતાના મસ્તકને છેદવા માટે જેટલામાં ખડ્ગ ઉપાડે છે તેટલામાં મહા તેજસ્વિની તે દેવી રાજાની આગળ પ્રગટ થઈને તેને કહેવા લાગી. હે રાજન ! મિત્ર માટે વૃથા
For Private And Personal Use Only