________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
( ૮૭) તેના સ્થાનમાં પધારે, તેણુના સત્કારને આપ સ્વીકાર કરો અને મહેરબાની કરે. તે સાંભળી રાજાને આશ્ચર્ય થયું કે હારું ભાગ્ય બહુ બલવાન છે. એમ પોતાના મનમાં આનંદ માનતે રાજા તે સ્ત્રીને આગળ કરી વ્યંતરીના સ્થાનમાં ગયો. ત્યાં કોઈ ઠેકાણે સ્ફટિક રત્નથી બંધાવેલી અને ઉત્તમ કમ
થી વિરાજમાન વાપિકાએ ક્રીડા માટે રહેલી છે, કેઈ સ્થલે સુગંધિત પુષ્પ તરફ ભ્રમણ કરતી ભ્રમરીઓના નાદરૂપ સંગીતથી વાચાલિત ઉદ્યાન રહેલા છે, કોઈક જગાએ પુષ્પની શય્યાઓથી અતિ શીતલ કદલીગૃહો દીપે છે, કઈક સ્થલે દીવ્ય આભ રણેથી વિભૂષિત દાસીઓ ઉભેલી છે, કોઈ ઠેકાણે સુધામય વાણીનો અભ્યાસ કરવામાં લુબ્ધ એવા પિપટ રહેલા છે, કઈ ઠેકાણે કુદકા મારતા કસ્તૂરીઆ મૃગ રહેલા છે, કેટલાક સ્થળે કપૂર, કસ્તુરી, ચંદન અને કેસરના ઢગલાઓ રહેલા છે, તે જોઈ રાજા બહુ વિસ્મય પામ્યા અને તે વ્યંતરીનો પાસે ગયે. બાદ તે વ્યંતરીએ દીવ્યસ્નાન, વસ્ત્ર અને આસનાદિવડે તેને
ગ્ય સત્કાર કર્યો, પછી તેણીએ રાજાને કહ્યું, હે વ્યંતરીપ્રાર્થના. દેવ ! સહારા દર્શનથી મહારા હૃદયમાં ઘણું
પ્રીતિ થઈ છે, માટે હું પ્રાર્થના કરું છું કે આપ કૃપા કરી હારી સાથે ભેગવિલાસ કરે. આ પ્રાસાદ, આ લક્ષમી, પ્રીતિની રીતથી ખેંચાયેલી હું પોતે અને આ મહારે પરિવાર એ સઘળું આપનું છે. એ પ્રમાણે વ્યંતરીનું વચન અંગીકાર કરી દિવ્ય અલંકારોથી વિભૂષિત તે વ્યંતરીની સાથે બહુ આનંદથી રાજાએ ઉન્મત્ત દેવી સાથે દેવ જેમ ક્રિીડા કરી. તેવા અદ્ભુતસ્થાનમાં નિવાસ કરતા રાજા વ્યંતરી સાથે ક્રીડા કરતો છતો સ્વર્ગમાં વાસ કરતા અને તૃણ સરખો પણ માનતું ન હતું. “દેવની અનુકૂળતા હોય તે વિપત્તિ પણ સંપત્તિદાયક થાય છે.” જે
For Private And Personal Use Only