________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
( ૬૩) છતી ધર્મનું સામ્રાજ્ય મેળવશે. તેમજ બુહુ વિશાલ તે બાલકના શરીરની કાંતિ વડે સૂતિકાગ્રહના દિવાઓ હડતાલ સરખા નિસ્તેજ થઈ ગયા. તેના જન્મ સમયે મનુષ્યને આનંદ થાય તેમાં શી નવાઈ? કિંતુ પવનથી કંપતી ધ્વજાઓ રૂપી હાથ વડે નગર પણ અતિ આનંદથી નૃત્ય કરતું હોય તેમ દીપવા લાગ્યું. બહુ હર્ષથી જન્મત્સવ થયે. બાદ આ કુમાર કાર્તિકેયની માફક પરાક્રમી થશે અને પૃથ્વીનું પાલન કરશે એમ જાણું ત્રિભુવનપાલે તે બાળકનું કુમારપાલ એવું નામ પાડયું. અમૃતના પૂરની માફક તે બાલકના મુખની કાંતિરૂ૫ રસનું અતિશય પાન કરતાં રાજા અને રાણી બહુ આનંદ પામતાં હતાં. કદાચિત્ પુત્ર પણ વિનયહીન થાય તે અગ્નિની માફક સમગ્ર કુલનો નાશ કરે છે, અને તેજ પુત્ર કલાવ થાય તે ચંદ્રની માફક શંકરના મસ્તક પર પણ વિલાસ કરે છે. એમ વિચાર કરી પિતાએ પ્રેમપૂર્વક શસ્ત્ર અને શાસ્ત્રવિદ્યામાં બહુજ કુશલ કર્યો. બાદ તે કુમારપાળે અદ્ભુત કાંતિમય વન અવસ્થામાં પ્રવેશ કર્યો. स्थैर्य मेरुगिरिम॑तिं सुरगुरुगांभीर्यमम्भोनिधिः,
सौम्यत्वं शशभृत्प्रतापमरुणः शौर्य च पञ्चाननः । औदार्य त्रिदशद्रुमः सुभगतां कामः श्रियं श्रीनिधि
नूनं दौकयतिस्म यौवनपदे दृष्ट्वा कुमारं स्थितम् ॥१॥ “તે સમયે યુવાવસ્થાને દીપાવતા કુમારને જોઈ મેરૂ પર્વતે સ્થિરતા ગુણ, બૃહપતિએ બુદ્ધિ, સાગરે ગાંભીર્ય, ચંદ્રમાએ મૃદુતા, રવિએ પ્રતાપ, સિહે પરાક્રમ, કલ્પવૃક્ષે ઉદારતા, કામદેવે મને હરતા અને કુબેરે લક્ષ્મી અપર્ણ કરી.” બાદ તેના પિતાએ પલદેવી નામે કન્યા સાથે તેને પરણાવ્યું, તેણીની સાથે તે હંમેશાં રતિ સાથે કામદેવ જેમ ભેગવિલાસ કરતે
For Private And Personal Use Only