________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ .
( ૫ ) તેવા આ માનવદેહ મ્હને કયાંથી મળી શકે ? માટે હું ઉપકારન આ ત્હારૂ અક્ષત ફલ તેમજ આ મ્હારા અમૂલ્ય માક્તિક હાર હું તુને અર્પણ કરૂ છુ, તેના તું સ્વીકાર કર અને આજથી મ્હને દાસ તરીકે ગણવા, જેથી હું કૃતાર્થ થાઉં. એમ કહી વાનર પુરૂષે તેને હાર તથા ફૂલ આપ્યાં, બંનેની પ્રાપ્તિથી ખુશી થયેલા અજાપુત્ર પણ તેને સ્વીકાર કર્યો અને તેને પેાતાના માણસ તરીકે કરી લીધે..
દીવ્યતેજ.
આ લ પશુઓને પણ મનુષ્યત્વ આપનારૂં છે એમ પોતાના હૃદયમાં નિશ્ચય કર્યો, વળી આ ફૂલને મહુ અલૈાકિક પ્રભાવ છે. એ પ્રમાણે વિચાર કરતા તે અજાપુત્ર બહુ ચિકત થઇ ગયા “એકલાએ પથ કરવા ચેાગ્ય નથી. ” એ વાકયનું સ્મરણ કરતા અજાપુત્ર વાનર પુરૂષને સાથે લઇ સ્થિર મનથી આગળ ચાલતે થયા. ચાલતાં ચાલતાં સૂર્યાસ્ત થયા, તેવામાં ત્યાં એક સુંદર અવિચ્છિન્ન દેવમંદિર આવ્યું, તે જોઇ અજાપુત્ર વિશ્રાંતિ માટે ત્યાં રહ્યો. તેજસ્વી પણ દેવની આજ્ઞા ઉલ્લંઘન કરવા શક્તિમાન થતા નથી એમ. ડાહ્યા માણસાને બોધ આપવા જેમ સૂર્ય પણ તે સમયે અસ્ત થયે. જ્યાં સુધી દિવસ રહે ત્યાં સુધી હું કમલ-ગુણવાન પુરૂષોમાં રહું છું એમ પ્રસિદ્ધ કરતી હોય તેમ શ્રી એટલે શૈાભાલક્ષ્મીએ સાયંકાળે કમલાના ત્યાગ કર્યાં. જગત્પી ઘરમાં પ્રદીપ સમાન સૂર્ય અસ્ત થયા એટલે ષ્ટિના રાધકરનાર કેવલ અંધકાર વ્યાપી ગયું. તારાઓના સમૂહથી ઝગઝગતું આકાશ માતીઆથી ભરેલા મરકત મીના પાત્રની માફક અતિશય દ્વીપવા લાગ્યુ. હુંમેશાં હું અંધકારના નાશ કરૂં છું છતાં તે વારંવાર કેમ પ્રગટ થાય છે એમ ધારી બહુ રાષથી લાલ થયેા હાય તેમ
For Private And Personal Use Only