________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસર્ગ.
(૭૭ ) સાથે સ્થિતિ કઈ કાળે ઘટતી નથી. ત્યારબાદ અજાપુત્ર નવીન કેતુક જોવામાં બહુ ઉત્સુક થયે અને પોતાની પાસે રહેલા ફલનું ચૂર્ણ કરી હારની સાથે કેડમાં બાંધી આગળ ચાલતો થયે. નગરીની પાસમાં સર્વત્ર પરિભ્રમણ કરતાં મૃગલાં,
શિયાળવાં વિગેરે પ્રાણીઓને જે તે વિચાર શિવંકરાનગરી. કરવા લાગે કે આ નગર તે ઉજજડ છે?
કિંવા કેઈ વસ્તિવાળું છે? એમ શંકિત મનથી અજાપુત્ર ધૈર્ય રાખી નગરના મધ્ય પ્રદેશમાં ગયે, ત્યાં બંધુઓના મરણથી જેમ શોકાતુર થયેલા લોકોને જોઈ બહુ ખેદ કરતો રાજમાર્ગમાં ગયે. ત્યાં પણ શૂન્યતા જોઈ તે રાજદ્વાર આગળ ગયે. દુ:ખથી બળેલાઓની માફક શ્યામ મુખવાળા દ્વારપાળને જોઈ હૈયે રાખી અજાપુત્ર તેમને પૂછવા લાગે. આ નગરીનું નામ શું છે ? અહીં રાજા કોણ છે ? આ લેકે શોકાતુર કેમ થયા છે ? તમે પણ આવી દુર્દશામાં શાથી આવી પડ્યા છો? સજ્જને? સત્ય હકીક્ત શી છે તે આપ નિવેદન કરે, દ્વારપાલ બોલ્યા, વૈભવમાં સ્વર્ગપુરી સમાન શિવકરા નામે આ નગરી છે. બહુ તેજસ્વી દુર્જય નામે આ નગરીનો રાજા છે તે એક દિવસ બહુ પાપ ભરાઈ જવાથી શીકાર માટે બહાર નીકળ્યો. જેની સાથે ઉત્સાહ ધરાવતા અનેક સૈનિક નીકળ્યા, જેથી પૃથ્વતલ કંપવા લાગ્યું. વળી ક્ષેત્રપાલની માફક ભયંકર કેટલાક કુતરાઓ તેની સાથમાં લીધા હતા. કેટલાક સુભટએ ગણેશની માફક હાથમાં કુઠાર ધારણ કરેલા હતા અને જેમનાં ઉદર બહુસ્થલ દેખાતાં હતાં. કેટલાક અધર્મને ધારણ કરનાર એવા ત્રિીશલધારી શંકરની માફક ચાલતા હતા. કેટલાક શ્યામ શરીરવાળા મુરારી-કૃષ્ણ સરખા, કેટલાક ખર્શધારી અને પ્રૌઢ ઉત્સાહ ધારી જીગીષની માફક રાજસેવકો શીકાર કરવાની બુદ્ધિવાળા થઈ રાજાની
For Private And Personal Use Only