________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
તે વખતે ચંદ્રમા પ્રકાશવા લાગ્યા. એ પ્રમાણે રાત્રીના પ્રસાર ખરાખર થઇ રહ્યો, એટલે પેાતાની સાથે રહેલા વાનરપુરૂષ સુઇ ગયા. પછી તે દેવમંદિરની અંદર જળહળતું તેજ અજાપુત્રના જોવામાં આવ્યુ, તેણે વિચાર કર્યાં, એકદમ તેજના પ્રાદુર્ભાવ શાથી થયા ? અત્યાર સુધી ખીલકુલ દેખાતા નહાતા હાલમાં આ કયાંથી આવ્યુ ? શુ આ તેજ દૈવી હશે ? કિવા અગ્નિનુ હશે ? અથવા તેા નાગના મણિથી થયેલું હશે ? એના તપાસ તા કરવા જોઇએ, એમ ધારી તપાસ કરવા માટે અજાપુત્ર તે પ્રકાશ તરફ્ ચાલ્યેા, ત્યાં આગળ એક સૂરગ દ્વાર દેખવામાં આવ્યું. તે જોઇ તેને ઇચ્છા થઇ કે જોઇએ તેા ખરા આગળ શુ છે ? એમ જાણી તે ભેાંયરામાં ઉતર્યો, જેમ જેમ તે ચાલતા ગયા તેમ તેમ તે દીવ્ય તેજ નીચે નીચે દેખાવા લાગ્યું, અજાપુત્ર પણ મૂઢની માફક તેની પાછળ લાગ્યા રહ્યો. તેના પરિશ્રમના માટે જેમ તે તેજ બહુ નીચે જવા લાગ્યું', અજાપુત્ર પણ ધૈર્ય રાખી તેની પાછળ ચાલતાં બહુ ભૂમિ ઉલ્લંઘન કરી આગળ ચાલ્યા ગયા. એટલે ત્યાં સરખી જમીન આવી અને જે તેજ દેખાતુ હતુ તે પણ બંધ થઇ ગયુ. તેમજ તે પ્રદેશમાં એક નગરી તેના જોવામાં આવી અને તે વિચાર કરવા લાગ્યા. અરે તે દેવમ ંદિર ક્યાં ગયુ` ? મારેા મિત્ર કયાં ગયા ? વળી તે દ્વિવ્ય તેજ કયાં ગયું ? આ જમીન ક્યાંથી આવી ? અને આ નગરી કયાંથી આવી ? અહા ! દેવના વિલાસ કેાઇ વિચિત્ર છે. ભૂવિવરમાં મા બતાવનાર તેજના અભાવ થવાથી આ પુરૂષ આગળ કેવી રીતે ચાલી શકશે ? એમ દયાના પ્રાદુર્ભાવથી તે સમયે સૂર્ય પ્રગટ થયા. સૂર્ય ના ઉદ્ભય થયા કે તરતજ દિશાઆનુ` અંધારૂં દૂર થઇ ગયું. કારણકે તેજ અને અંધકારની એક
For Private And Personal Use Only