________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪)
શ્રી કુમારપાળચરિત્ર. સાથે શેભતા હતા, સિંહનાદ, ભેરી, ધનુના ટંકારવ અને નિશાનના નાદવડેદિશાઓને ગજાવતો તે રાજા પશુઓને સંહાર કરવામાં મૃત્યુ સમાન થઈ હેણે વનમાં પ્રવેશ કર્યો. તે સમયે મુગલાઓ ચારે દિશાએ નાસવા લાગ્યા, રૂરૂ નામે મૃગલાઓ ભયભીત થઈ ગયા. કૃષ્ણસાર મૃગે સારવિનાના થઈ ગયા, શિયાળવાઓ મરણ દશાને પામ્યા, વાનરાએ શેકાતુર થઈ ગયા, સાંઢનાં પણ અંગ સદાવા લાગ્યાં. હાથીઓના મનમાં બહુ ક્ષેભ થવા લાગ્યા, ડુક્કર પણ બલહીન થઈ ગયા, અને સિંહ તે બહુ ક્રધાતુર થઈ ગયા. એ પ્રમાણે રાજાનાં બાણ છુટવાથી ખળભળાટ થઈગયે તેમજ તેના સુભએ પણ અતિશય ખર્ગના પ્રહારથી મેઘની માફક આરણ્યક પશુઓને મ્હોટી આપત્તિમાં નાંખ્યા. એ પ્રમાણે ભવ્ય સ્ત્રીની માફકમૃગયા–શીકારમાં આસક્ત થયેલે રાજા પોતાના સૈન્યને છોડી દઈ પોતે એકલો બહુ દૂર નીકળી ગયે, મધ્યાહુકાળનો સમય થયે, તૃષાથી બહુ પીડાવા લાગ્યો, પોતાની પાસમાં પાણી મળે નહીં તેથી રાજા બહુ ગભરાયે, અરે દેવ? હવે શું થશે? એમ ચિંતાતુર થઈ પાછું માટે વનની અંદર નિર્ધન જેમ ધનને માટે તેમ રાજા ફરવા લાગ્યું. પર્વતમાં રસ, દુર્જનમાં સેજન્ય અને મરૂદેશમાં આમ્રવૃક્ષ જેમ તે વનમાં એક હદ-ધરે રાજાની દષ્ટિગોચર થયે. અમૃત કુંડની માફક તે હદને જોઈ રાજા બહુ ખુશી થયે અને તેની અંદર તેણે હંસની માફક પાણી પીવા પ્રવેશ કર્યો. સ્વચ્છ જલપાન કરવાથી તરતજ દુર્ભય ભૂપતિ વાઘ થઈ ગયે. અહ? જળમાં પણ કેવો હોટ ચમત્કાર રહેલા હોય છે! અમૃત સમાન ઉજવલ અને અપૂર્વ શુદ્ધિમય જલ તપશ્ચર્યાથી પ્રગટ થયેલા તેજની માફક દુષ્ટ આશ્રયને લીધે તે રાજાને અનર્થદાયક થયું. તે જલના પ્રભાવથી વાઘના સ્વરૂપને પ્રાપ્ત થતા રાજાને તેની પાછળ જતા નૃસિંહ નામે તેના પુત્રે જે, તેમજ તેના
For Private And Personal Use Only