________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૪)
શ્રીકુમારપાળચરિત્ર. જેથી એણે પોતાના રાજ્યનું રક્ષણ કરવા માટે હુને પિતાના દેશમાંથી કાઢી મૂક્યો. જીવિત અને રાજ્ય એ બંને મનુષ્યને બહુજ પ્રિય હોય છે, જેના માટે ડાહ્યા માણસો પણ અતિશય અનુચિત કાર્યો કરે છે. અરે? આ મનુષ્યકીટથી શું થવાનું છે? આ દુનીયામાં એક પરાક્રમ જ બસ છે. જેથી આવા પાપીઓનો સંહાર કરી બલિષ્ઠ રાજ્ય તાબે કરાય છે. એમ વિચાર કરી, ધૂવડે મનને દઢ કરી તે અજાપુત્ર સિંહની માફક નિર્ભય થઈ આગળ ચાલતો થયો. ઘોર વનમાં પ્રયાણ કરતા નીડર એવા પણ સિંહાદિક પ્રાણુઓ, બહુ પરાક્રમવાળા અજાપુત્રના દર્શનથી રંક બની ગયા અને ચિત્રામણુમાં આલેખ્યાની માફક સ્થિર થઈ ગયા. વન ફલથી આહાર વૃત્તિ ચલાવતા અને શુદ્ધ તરવરેની છાયામાં વિશ્રામપણ તે લેતે હતો, એમ કરતાં તે અજાપુત્ર તપસ્વી જેમ સંસાર પારને પામે તેમ વનના પ્રાંત ભાગમાં આવી પહેચે. ત્યાં આગળ એક નગરી તેના જેવામાં આવી, તેથી તે બહુ ખુશી થયે અને તરત જ તે નગરીને ઉદ્દેશી ચાલતે થયા. માર્ગમાં ચાલતાં એક યક્ષનું મંદિર આવ્યું, જેની શોભા બહુ મનહર હતી. વળી તેની પાસમાં એક અગ્નિનો કુંડ હતો. અને તેમાંથી ચારે તરફ અગ્નિની જ્વાલાઓ નીકળતી હતી. તેની આસપાસ ચોકીદારની માફક ચાર પુરૂષે ઉભા હતા. કેપીન માત્ર ધારણ કર્યા હતાં, મુખ પણ શ્યામ હતાં એવા દીન અવ
સ્થામાં આવી પડેલા તે પુરૂષને જોઈ ચકિત થયેલ અજાપુત્ર નિખાલસ બુદ્ધિથી તેમને પૂછવા લાગ્યો. હે મહાશયો ? આ અગ્નિ કુંડ શા માટે રચે છે ? અને તમે આવી આકૃતિએ અહીં શા માટે ઉભા છે? તમે કોણ છો? જે મહને કહેવામાં કંઈ અડચણ ન હોય, તો આ બાબત હુને જણાવે. તે પુરૂષ બેલ્યા, ભાઈ? તું બાલક છે, અમારું કામ બહુ મહેોટું છે, તેથી
For Private And Personal Use Only