________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ
( ૯ )
લાયક તેની દશા જોઇ રાજાના મનમાં ગ થયા કે આ બિચારા શું કરવાના છે ? એમ તેને તૃણુ સમાન ગણી પાતે વિચાર કરવા લાગ્યા. તે દેવીએ જે વચન મ્હારી આગળ કહ્યુ તે અયેાગ્ય છે. કારણ કે તેજસ્વી સિંહની આગળ અકરાને શો હિસાબ છે? કદાચિત્ પાંગળા માણુસ જો મેરૂ પર્વત પર ચઢતેમજ હાથ વિનાના ઠુઠા માણસ સમુદ્ર તરીચ્હાની પાર જઈ શકે તેા આ ખાળક હુને મારવાને શક્તિમાન થાય. એમ ગર્વના શિખરે ચઢેલા તે રાજા માન રહ્યો. ત્યારે તેના સુમતિ નામે મ ંત્રીશ્વરે કહ્યું, સ્વામિન ? નાના પણ શત્રુની ઉપેક્ષા કરવી તે ઠીક નહીં, કારણ કે વ્યાધિ અને શત્રુ એ અને એક સરખા કહ્યા છે, તેમની ઉપેક્ષા કરવાથી હેાટા સ્વરૂપમાં તેઓ આવી જાય છે ત્યારે બુદ્ધિશાળી પુરૂષા પણ તેમને ઉત્થાપી શકતા નથી. માટે આપના પર દયા લાવી કેાઇક આ દેવીએ આપના હિતની વાત કહા છે. જો કે પાષણ લેખ અસ્થિર થઇ શકે પણ દિવ્યવાણી કેાઇ સમયે મિથ્યા થાય નહીં. પ્રાયે આ શત્રુ ખાલ્યાવસ્થાને લીધે કંઇપણ અપકાર કરી શકે તેમ નથી. તાપણુ એને આપના દેશમાંથી ચારની માફ્ક કોઇપણ સ્થાને વિદાય કરવા તે ઠીક છે. એ પ્રમાણે પાતાના મંત્રીના વિચાર ચેાગ્ય માનીં રાજાએ કેાઈપણુ જંગલમાં તેજ વખતે પોતાના આસ પુરૂષા મારક્ત અજાપુત્રને વિદાય કરાવ્યેા.
માતા પિતાથી વિયુક્ત થયેલા ભયંકર વનમાં પડેલે આ માલક એકાકી છતાં પણ વિદ્વાનની માક અજાપુવિચાર. પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા. અરે ! મ્હારા કાઇપણ પ્રકારના અપરાધ નથી છતાં આ રાજાએ હુને અધમ અપરાધીની માક શામાટે દેશપાર કર્યો ? એમ વિચાર કરતાં તેના જાણવામાં આવ્યુ કે આ દેવીની વાણીથી તે રાજાના મનમાં ભય ઉત્પન્ન થયા,
For Private And Personal Use Only