________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુમારપાળચરિત્ર. હતો. વળી તે ત્રિભુવનપાલને બીજા બે પુત્ર હતા, એકનું નામ મહીપાલ અને બીજાનું નામ કીર્સિપાલ હતું. તે બંને ભાઈઓ માનની લાગણી ધરાવતા હતા, તેમજ પ્રેમલદેવી નામે એક તેને પુત્રી હતી. તે દેવીની માફક દીવ્યકાંતિથી દીપતી. હતી, તેને તેના પિતાએ મહેોટા ઉત્સવથી કૃષ્ણદેવ સાથે પરણાવી. વળી તેને બીજી પુત્રી દેવેલ દેવી નામે બહુ સૈદર્યનું સ્થાન ગણતી હતી, તેને શાકંભરી નગરીના અધિપતિ અરાજની સાથે પરણાવી. એ પ્રમાણે સાક્ષાત્ ધર્મ, અર્થ અને કામની મૂર્તિ સમાન ત્રણે પુત્રે વડે ત્રિભુવનપાલની કીર્તિ ત્રણે લોકમાં પ્રસરી ગઈ. બાદ એક દિવસ કુમારપાલ પાટણમાં ગયા. ત્યાં જયસિંહરાજાની પાસે બેઠેલા શ્રી હેમચંદ્રસૂરિનાં દર્શન
થયાં, આ મહાન પુરૂષ સર્વ કલાઓના જાણગુરૂસમાગમ. કાર છે એમ જાણ બહુ વિનયભાવથી કુમાર
પાલ હંસ કમલવનની જેમ તેમની સેવા કરવા લાગ્યો. એક દિવસ ગુણેનું વ્યાખ્યાન ચાલતું હતું તે સમયે કુમારપાલે આચાર્ય મહારાજને પુછ્યું, દરેક ગુણેમાં ક્યા ગુણની મુખ્યતા જાણવી ? ત્યારે શ્રી હેમચંદ્ર આચાર્ય બોલ્યા, સર્વ ગુણેમાં સત્ત્વગુણ ખરેખર સાર્વભૌમ તરીકે ગણાય છે. અન્ય સર્વ ગુણે જે સત્ત્વગુણની પાછળ કુલવાન નેકરની માફક દોડે છે. એક સત્ત્વગુણ સિદ્ધ થવાથી દરેક કાર્ય સિદ્ધ થાય છે. અન્ય ગુણે એની આગળ વૃથા છે. જે સત્ત્વગુણથી ચિતામણિ રતથી જેમ સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. વ્યસન-દુઃખ રૂપી સાગરમાં પડેલે પ્રાણી અજાપુત્રની માફક સત્ત્વગુણવડે લક્ષમીને ભકતા બને છે. વળી તે અજાપુત્રની પ્રાચીન કથા હું કહું છું તે તું સાંભળ.
For Private And Personal Use Only