________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| દ્વિતીયસર્ગ. આ જ બુદ્વીપમાં ભરત નામે ક્ષેત્ર છે. તેમાં ચંદ્રાનના
નામે નગરી છે. જેની સંપત્તિઓ સ્વર્ગલોકની અજપુત્ર સમૃદ્ધિઓને ઉલ્લંઘન કરે છે. વળી જે નગરીની
અંદર શિવ–શિવા શુભ કાર્ય=પાર્વતીથી યુકત, વિશાલ ભૂતિ-સમૃદ્ધિ ભસ્મને ધારણ કરતા, ભેગ-વિલાસ= સર્પથી અલંકૃત, વૃષ-ધર્મ=વૃષભ પર બહુરાગી અને મહેશધનાઢ્યું=શંકરની લીલાને ધારણ કરતા લોકો વસે છે. પણ આશ્ચર્ય માત્ર એટલું હતું કે કોઈ પણ માણસ તેમાં વિષાદી–દુ:ખી= વિષભક્ષી નહોતે. તેમજ તે નગરીમાં સાક્ષાત્ શંકર સમાન મહાપરાક્રમી ચંદ્રાપીડ નામે રાજા રાજ્ય કરતો હતો. પરંતુ તે બીલકુલ શાંત પ્રકૃતિને હતો. વળી તે રાજા પૃથ્વીને જીતવા માટે જ્યારે નીકળે ત્યારે જલ અને ઘાસને સર્વ ઠેકાણે અભાવ થઈ ગયો. કારણ કે બહુ બલિષ્ઠ સન્યના ચાલવાથી ઉડેલી ધૂળવડે સરેવર વિગેરેમાં રહેલાં પાણી ઢંકાઈ ગયાં અને ઘરની અંદર રહેલા શત્રુઓએ પિતાના રક્ષણ માટે દાંતની અંદર ઘાસ લીધાં જેથી બંનેને દુષ્કાલ થયો. તેમજ તે નગરીમાં ધર્મોપાધ્યાય નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે વિપ્ર કલાનિધિ-કલાઓને ખજાનો હતું, પરંતુ તે કુરંગ-શેક=મૃગને તાબે રહેતે નહીં. બહુ પ્રેમાળુ અને આનંદપાત્ર ગંગા નામે તેની સ્ત્રી હતી. જેની અંદર પવિત્રતા અને રસવત્તા એ ગુણે મુખ્ય હતા. બંને સ્ત્રી પુરૂષ હંમેશાં ઈચ્છા મુજબ સંસાર સુખ ભોગવતાં હતાં. તેવામાં તેમને એક પુત્ર જન્મે. જેના શરીરની કાંતિ બહુ જ રમણીય હતી, જેના જન્મ સમયે પાંચ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં રહેલા હતા, જેથી ધર્મોપાધ્યાયે તેનું જન્મ લગ્ન જોઈ વિચાર કર્યો કે આ હારે પુત્ર આવા ઉત્તમ લગ્નના પ્રભાવથી રાજ્ય
For Private And Personal Use Only