________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અથદ્વિતીયસ છે
વિવિધ સંપદાઓથી પરિપૂર્ણ દધિસ્થલી નામે નગરી છે,
તેની અંદર પોતાની પ્રજાનું પાલન કરવામાં કુમારપાળ જન્મ કુશળ ત્રિભુવનપાલ નામે રાજા હતા અને તે
સંપત્તિઓવડે કુબેર સમાન પ્રખ્યાત હતો, જેના નિર્દોષ માનસમનમાં સજજન પક્ષનું અવલંબન કરનાર ધર્મ હંમેશાં માનસરોવરમાં ઉજવળ પાંખોવાળા રાજહંસની માફક વિલાસ કરતે હતે. શત્રુઓના વધથી રૂધિર વડે લાલ કાંતિને ધારણ કરતી તરવારરૂપી વેલડી સંગ્રામ ભૂમિમાં બહુ રાગથી મનહર અને મૂર્તિમાન જય લક્ષમી હોય તેમ તેના કરકમલમાં શેભતી હતી. તેની સ્ત્રીનું નામ કમીરદેવી હતું, તે રાણું બહુજ પ્રેમાળ, સદગુણોથી સુશોભિત અને શરીરની કાંતિવડે સાક્ષાત્ લક્ષમી સમાન દીપતી હતી. તેમજ વિદ્યમાન છતાં પણ અસ્થિર અને બાહ્ય એવા અલંકારેને ત્યાગ કરી અંતરંગ અને સ્થિર શીલરૂપ આભૂષણથી તે પોતાનું અંગ ભાવતી હતી. તેની સાથે ત્રિભુવનપાળ નરેશ લમી સાથે વાસુદેવ જેમ આનંદ પૂર્વક વિષયસુખ ભોગવતો હતે. અન્યદા પ્રજાની ઉન્નતિ માટે ક્ષેત્રભૂમિ બીજને જેમ કમીર દેવીએ ગર્ભધારણ કર્યો, બાદ તે શુભ ગર્ભના પ્રભાવથી સમુદ્ર સુધી પૃથ્વીનું રક્ષણ, પ્રાણીઓને અભયદાન અને સાતે વ્યસનેને નિષેધ કરાવવાની રાણીને ઈચ્છા થઈ. બહુ પ્રેમને લીધે રાજાએ તે દહલા પૂર્ણ કર્યા, ગર્ભના દિવસે પૂર્ણ થવાથી દ્વિતીયતિથિ ચંદ્રને જેમ રાણીએ પુત્ર પ્રગટ કર્યો. તે સમયે આકાશવાણી થઈ. આ બાલક બહુ પરાક્રમી અને ગુણવાનું થશે, વળી પૃથ્વીને
For Private And Personal Use Only