________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
(૫૯) અને તે તરતજ શસ્ત્રશાળામાં ગયો. સૂર્યમંડલની શોભાને તિરસ્કાર કરતું ચરિત્ન તેના જેવામાં આવ્યું. ચંદનાદિક પૂજાના સામગ્રીવડે ચક્રની પૂજા કરી અષ્ટાબ્દિક મહત્સવ પણ કર્યો, કારણ કે “મહાન પુરૂ પૂજ્યને પૂજવામાં સાવધાન હોય છે.” વળી તે અભયંકરરાજાને ત્યાં બીજાં પણ સેનાની–સેનાપતિ વગેરે કેટલાંક રનો પ્રગટ થયાં. અહે? “મહાન પૂણ્યશાલીજનેને આ દુનીયામાં કેઈપણ વસ્તુ દુર્લભ નથી” ત્યારબાદ અભયંકર ચક્રવતી ચક્રોવડે સ્થિર એવા પર્વતને પણ ચલાયમાન કરતે સર્વ દિશાઓને જીતવા માટે ચક્રરત્નની પાછળ ચાલ્યા. પૃથ્વીને આક્રમણ કરતા ચક્રવત્તીના સેન્યરૂપી સમુદ્રની અંદર મોટા પર્વતે પણ ડુબી ગયા તે અન્ય લોકોની શી ગણતરી ? તેના તેજથી સર્વ શત્રુઓ પિતાની મેળે જ દબાઈ ગયા અને કૅશિક–ઘુવડ સૂર્યને જેમ કેઈપણ શત્રુ તેના સન્મુખ આવી શકતો નથી. પખંડ પૃથ્વીમાં વિજય મેળવીને નવનિધિ પિતાને તાબે કર્યા. પછી તે ચક્રી પોતાના સૈન્ય સાથે નિવૃત્ત થઈ પિતાના નગરમાં આવ્યો. બાદ બાર વર્ષ સુધી ચક્રવતીને અભિષેક થયે. તે સમયે અભયંકર ચક્રીએ પોતાની ઉદારતાથી યાચક લોકોને કુબેર સમાન ધનવાન કર્યા. વળી હંમેશાં તે બહુ છુટથી યાચક વર્ગને દાન આપતો હતે. રાજ્ય વૈભવના ઉદાર લેગ પણ ભગવતે હતે. પંડિતલેકે નિરંતર તેને આશ્રય લેતા હતા. એમ અનેક પ્રકારના સુખથી પરિપૂર્ણ અભયંકર ચક્રીએ બહુ સમય સુધી ઇન્દ્રની માફક રાજ્ય ચલાવ્યું. ત્યારબાદ ગુરૂમહારાજનું આગમન જાણું શિષ્યની માફક અભયંકર ચડી બહુજ પ્રસન્ન થયા અને તેમની પાસે જઈ પ્રણામ કરી દેશના સાંભળવા બેઠો.
ગુરૂમહારાજ બોલ્યા, હે ભવ્યાત્માઓ ? આ જગતમાં
For Private And Personal Use Only