________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ. .
(૫૭) “સજજનેએ કરેલે ઉપકાર વિપત્તિને દૂર કરે છે, કીર્તાિને પ્રગટ કરે છે, વૈરને ઉછેદ કરે છે, લોકોમાં માન વધારે છે, લક્ષમીને વશ કરે છે, દયામૂલક ધર્મને ઉત્પન્ન કરે છે અને સર્વત્ર મહોદયને ફેલાવે છે, ” વળી કોઈપણ વસ્તુ એવી નથી કે પર પકારથી સિદ્ધ ન થાય. પછી મણિચુડે કહ્યું કે હે રાજ? આપના પ્રભાવથી હુને સિદ્ધિ મળી છે, હે દેવ મહારા પુણ્યને લીધે જ આપનો જન્મ થયો હશે, કારણ કે આ હારી સિદ્ધિને દૂર રહી પણ આપ ન હોત તે હારા પ્રાણ પણ તુલની માફક દેવીના ક્રોધરૂપી પવનથી ઉડી જાત. વળી હે નરેંદ્ર મૃત્યુના મુખમાંથી કેવળ આ સ્ત્રીનું જ રક્ષણ કર્યું છે એમ નહી પરંતુ સ્ત્રીહત્યાના પાતકથી મહારે પણ ઉદ્ધાર કર્યો. પિતાના દેહથી નિ:સ્પૃહપણે સવે લોકોનો તમે ઉપકાર કરો છો અને પરોપકારને માટે જ ચંદનની માફક સર્વસ્વને વ્યય કર્યો છે. માટે આપ ચિરકાલ આનંદ પામે. હે રાજન્ ? દુ:ખી થયેલાં મહારાં માતાપિતાને પિતાના દર્શનરૂપ અમૃતનું સિંચન કરી હું ફરીથી આવીશ. એ પ્રમાણે અભયંકર રાજાની આજ્ઞા લઈ મણિચંડ વિદ્યાધર પોતાના સ્થાનમાં ગયે. ત્યાર બાદ અરિકેસરી રાજાના મંત્રી વિગેરે સર્વ લેકે નવીન સ્તૂપની માફક બહુ આનંદ આપતા રાજાને પ્રણામ કરવા લાગ્યા. બાદ બહુ વિનયપૂર્વક તેઓએ પોતાના નગરમાં જવા માટે રાજાને પ્રાર્થના કરી, પછી રાજાએ પણ તેમના કહેવા પ્રમાણે તૈયારી કરી. કારણ કે “મહાત્માઓ અન્યની પ્રાર્થનાનો ભંગ કરતા નથી. પોતાના પૈર્યને પરાજય થવાથી સેવા માટે આવેલ મેરૂ પર્વત હોયને શું ? તેવા ઉન્નત અંગવાળા હાથીપર રાજાએ સ્વારી કરી. તેમજ તેના મસ્તકપર પૂર્ણિમાના ચંદ્રના ગર્વને અપહાર કરનાર અને સાક્ષાત્ મૂર્તિમાન યશ હેય તેમત છત્ર ધારણ કર્યું હતું, મુખરૂપી ચંદ્રની સર્વત્ર પ્રસરતી કાંતિના
For Private And Personal Use Only