________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
મરેલે ગણાઉં, જે પુરૂષ પ્રાણથી પણ અધિક પોતાની પ્રતિજ્ઞાને ભંગ કરે છે તે અધમ પુરૂષ સજજનેને નિંદવા લાયક થાય છે એટલું જ નહીં પણ તેનું જીવન નિષ્ફળ થાય છે. માટે હે દેવિ ? તું અહીંથી સ્વેચ્છા પ્રમાણે ચાલી જા, હું આ અગ્નિમાં પ્રવેશ કરૂ છું, એમ કહી રાજા તરતજ અગ્નિમાં પિતાના દેહનું બલિદાન આપવા તૈયાર થયે, તે જોઈ અરે આ રાજા મહારા માટે મરવાને તૈયાર થયો છે, હુને ધિક્કાર છે એમ બોલતી ત્યાં ઉભેલી તે સ્ત્રી પણ મૂર્ણિત થઈ એકદમ પૃથ્વી પર પડી ગઈ. ત્યારબાદ દેવીએ રાજાને અગ્નિમાંથી બહાર કાઢી કહ્યું કે હું હારી ઉપર બહુ પ્રસન્ન થઈ છું, તું જે ? લ્હારા માટે આ બંનેને હું સજીવન કરું છું. એમ બેલી તે દેવીએ અમૃત સમાન પોતાના કમંડલનું પાણી છાંટી મણિચડ અને કુમારીને જીવતાં કર્યો. પછી તે કન્યા રાજાને જીવતે જોઈ બહુરાજી થઈ અને પિતાના મનમાં તેણીએ રાજાને વરવાની ઈચ્છા કરી, કારણ કે તેવા ગુણવાન પુરૂષને વરવા માટે કેની ઈચ્છા ન થાય? રાજન્ ? હારા આગ્રહને લીધે આ ગીને હું પ્રસન્ન થઈ છું એ પ્રમાણે કહી દેવી ઘણું કાલથી છેલી સિદ્ધિ ગીને આપી અદશ્ય થઈ ગઈ. તેટલામાં તેવા અદ્દભુત કાર્ય કરવામાં સાહસિક અભયંકર રાજાનું મુખાવેલેકને કરવાને જેમ સૂર્યનો ઉદય થયો. પ્રભાતકાલને સમય થવાથી એકદમ પૃથ્વી અને આકાશમંડલને ભેદનાર તેમજ સર્વ દિશાઓને ગજાવનાર ઘનઘોર શબ્દ રાજાના સાંભળવામાં આવ્યા કે તરતજ તે ભ્રાંતિમાં પડો. અરે આ શું ? એમ સંભ્રાંત બની જેટલામાં દ્રષ્ટિ પ્રસાર કરે છે, તેટલામાં તેની આગળ ચતુરંગ સૈન્ય આવી ઉભુ રહ્યું. પછી તેમાંથી એક હોંશિયાર પુરૂષ ચમત્કારી વાણુ વડે હાથ જોડી રાજાને વિનતિ કરવા લાગ્યું.
લક્ષમીની લીલાથી સુશોભિત લક્ષમીપુર નામે નગર છે,
For Private And Personal Use Only