________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮).
શ્રી કુમારપાળચરિત્ર. બે વિભાગની માફક વેત કાંતિમય બંને ચામરેથી તેનાં બંને પડખાં વીઝાતાં હતાં, તેમજ હું રાજા પોતે અહીં આવ્યો છું માટે મહને નમવા માટે આવે એમ અત્યંત રાજાઓને દિગંતર ગજાવતાં પાત્રોના નાદવડે જણાવતે, ભાટ ચારણેના જય જય એવા ઘોષથી લોકોને બધિર કરતે, સૈન્યના ચરણ ઘાતથી ઉડેલા રજકણથી આકાશ ભૂમિને પુરત, સ્નિગ્ધ દષ્ટિના પ્રસારથી નગરવાસી જનેને પ્રમુદિત કરતે, પિતાના દર્શનરૂપ ચંદ્રવડે પીરાંગનાના પ્રેમરૂપી સાગરને તરંગિત કરતો હોયને શું ? તેમ અભયંકર રાજા નાગરિક લોકોએ ધ્વજ, પતાકા અને તોરણથી શણગારેલા લક્ષમીપુરની શોભાને દષ્ટિગોચર કરતો છતે રાજમહેલમાં ગયા. ત્યાં પ્રધાન વળે તૈયાર કરેલા સુવર્ણના સિંહાસન પર અભયંકરરાજા પૂર્વાચલના શિખર પર સૂર્ય જેમ આરૂઢ થયે. બાદ સામતરાજાએ ભેટણ લઈ રાજાને નમ્યા. અને તેની સેવામાં હાજર થયા. ત્યારબાદ સિંહપુરના રાજાએ પોતાની પુત્રીનું વૃત્તાંત જાણ્યું, એટલે તે પણ ત્યાં આવ્યા અને પોતાની પુત્રીને અભયંકરરાજા સાથે તેણે પરણાવી. તે કન્યા પણ કામદેવ સમાન તેજસ્વી એવા પતિને પામી રતિની માફક અલૈકિક શેભાને પાત્ર થઈ. પછી પ્રથમના ઉપકારનું સમરણ કરતા નૃસિંહ તથા ઘનવાહનરાજા તેમજ કૃતશિઓમાં ચૂડામણિ સમાન મણિચંડ વિદ્યાધર અને બીજા પણ કેટલાક રાજાએ રત્નાદિક દીવ્ય ભેંટણાં લઈ ત્યાં આવ્યા, અને દેવતાઓ અને જેમ અભયંકરરાજાને નમનપૂર્વક બહુ સત્કાર કર્યો. એ પ્રમાણે અનેક રાજાઓ તરફથી આવેલી ભેટની સમૃદ્ધિઓ વડે તેનો વૈભવ નદીઓના પાણીથી સમુદ્રનું જલ જેમ બહુ વૃદ્ધિ પામ્યો. એક દિવસ આયુધ શાળાના અધિકારીએ રાજાની પાસે આવી ચકવરીને લાયક એવા ચકરત્નની વધામણ કહી. રાજાએ બહુ હર્ષથી તેને સત્કાર કર્યો
For Private And Personal Use Only