________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ.
( ૩ ) હવે શત્રુના હસ્તમાં પોતાનું સર્વસ્વ જવાથી ઘનવાહન રાજા શાખાથી ભ્રષ્ટ થયેલા વાનરની માફક હૃદયમાં અતિશય પીડા પામતે વિચાર કરવા લાગ્યા, અહા હું સ્વપ્નમાં પણ જાણતો નહોતો કે આ નૃસિંહરાજા પરાક્રમી બની હારી રાજ્ય લક્ષ્મી લઈ લેશે, અથવા આ બાબતમાં એને કઈ પણ દોષ નથી, કારણ કે એને તો પોતાની સિદ્ધિ માટે ઉપાય કરવો જોઈએ, પરંતુ દેષ માત્ર હારેજ છે, જ્યારે હું એનું પ્રથમ રાજ્ય લીધું ત્યારે તે ઉદ્ધત બની મહારા સ્વામો થયે, નહીં તે એને આ કાર્ય કરવાની જરૂર પડત નહીં, ખરેખર અસંતોષ એ નાશરૂપ તરૂનું
વ્હોટું મૂળ છે, કારણ કે પરરાજ્ય ભેગવવાની ઈચ્છાથી પિતાનું રાજ્ય પણ હું ગમાવી બેઠા. વળી વિવેકી પુરૂષોએ પિતે મેળવેલી લક્ષ્મીથી તૃપ્ત થવું જોઈએ, અન્યની લક્ષમી ઉપર તૃષ્ણા રાખવી નહીં, પારકી સંપત્તિની પૃહા રાખનાર લોભીઓ માણસ હારી માફક પિતાની સંપત્તિથી પણ વિમુખ થાય છે. હવે હું શું કરું! કયાં જાઉં? કેનું સ્મરણ કરૂં! અને કેનો આશ્રય લે? હસ્તમાંથી ગયેલા રત્નની માફક ફરીથી હારૂં સ્થાન અને ક્યાંથી મળે? એમ વિચાર કરતાં તેણે જાણ્યું કે જેની સહાયથી આ નૃસિંહરાજાએ મહને જીત્યા છે તે જ અભયંકર રાજાની પાસે હું પણ જાઉં, એમ ધારી ઘનવાહન રાજા પુંડરીકિશું નગરીમાં ગયે
અને અભયંકર રાજાને પ્રણામ કરી તે બોલ્યા. ઘનવાહનરાજા. શેષનાગ, કૂર્મ વિગેરે પૃથ્વીને ધારણ કરે છે એમ
રૂઢિ માત્રથી કહેવાય છે, પરંતુ આ પૃથ્વીના ખરા ઉદ્ધારક અને ઉપકારી તો આપ એક જ છે, આ દુનીયામાં વડવાનલ સરખા કેવલ ઉદરંભરિ કોણ નથી !, પણ મેઘની માફક પરોપકારની બુદ્ધિવાળા તે કઈક જ હોય છે. વળી જે દીન બની
For Private And Personal Use Only