________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ.
(૪૯ )
સત્પુરૂષો સ્ત્રીજાતિ ઉપર શસ્ત્ર ચલાવતા નથી. અમૃતમય તેની વાણીવડે સિ ચાયેલી તે સ્ત્રીને શાંતિ મળી અને તે પરાક્રમી રાજાને જોઇ પુન: તેણીએ જીવનની આશાધારણ કરી. પછી યાગીએ કહ્યું, રાજન્ ? આવા ઉત્તમ લક્ષણેાથી તું પણ ચક્રવત્તી' દેખાય છે, સામાન્ય નથી. વળી આ સ્રીવધ કરવા તે અયેાગ્ય છે પરંતુ મ્હારૂં વાકય તું સાંભળ, પછી એના ખચાવને તુ વિચાર કર. હારા સરખા મહાત્માઓની આગળ ગુપ્ત વાર્તા કહેવા માટે હરકત નથી.
વૈતાઢચ પર્વતની ઉત્તર શ્રેણીમાં શ્રીરથનૂપુર નામે નગર છે, તેમાં વિદ્યાધરાના અધિપતિ રત્નચૂડ વિદ્યાધર. નામે રાજા છે. નિષ્કલંક ચંદ્રની રેખા સમાન રત્નમ જરી નામે તેની સ્ત્રી છે, મણિચૂડ નામે પ્રખ્યાતિ પામેલા હું તેના પુત્ર છું, અપરાજીત નામે અમારા કુલની વિદ્યા છે, તે બહુ સુખદાયક હાવાથી સાક્ષાત્ સિદ્ધિની માફક તેના આરાધન માટે મ્હે પ્રારંભ કર્યો હતેા. શુદ્ધ જગાએ એસી હું જાપ કરતા હતા. સમાપ્તિના દિવસે દીવ્ય સ્વરૂપ ધારણ કરી વિદ્યાધિષ્ઠાત્રી તે દેવી મને પ્રત્યક્ષ થઇ, જેનું સ્વરૂપ વિજળી સમાન ચળકતુ હતુ, અને તે મેલી, હે વત્સ ! ઉચ્છળતા તરગવાળી ગંગાને સ્થિર કરનાર આ હારી સેવાથી હૅને વર આપવા માટે હું પ્રસન્ન થઇ છું, પરંતુ મળતા અગ્નિ કુંડમાં ખત્રીશ લક્ષણી સ્ત્રી અથવા પુરૂષના હામ કરી તુંવરદાન માગ, જેથી ત્હને ઇચ્છિત સિદ્ધિ હું આપીશ. મ્હારી પ્રસન્નતા માટે આ કાં તું નહીં કરે તેા પાકેલા ચિભડાની માફક ત્હારૂં મસ્તક જરૂર કુટી જશે. એ પ્રમાણે દેવીનુ વચન મ્હેં કબુલ કરી સ્વાર્થ સિદ્ધિ માટે ખત્રીસ લક્ષણી સ્ત્રીની શોધ માટે હું પૃથ્વીપર ફરવા
૪
For Private And Personal Use Only