________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ.
(૪૭) હોંશિયાર નોકર ચાકર નથી તેમજ સાથે જોઈતું ધન પણ લીધુ નથી. પ્રયાણ કરવાની આવી રીત હાલમાં નવીન દેખવામાં આવે છે. માટે કૃપા કરી હાલમાં પ્રયાણ બંધ રાખે અથવા સાથે આવવા માટે મહેરબાની કરી અમને આજ્ઞા આપ. એમ તેઓનું વચન સાંભળી અમૃત વૃષ્ટિમય દષ્ટિવડે સિંચન કરતો હોય તેમ રાજા તેમને કહેવા લાગ્ય, વિનોચિત આ સર્વ તમારી વિનંતિ હું સત્ય માનું છું, પરંતુ તીર્થયાત્રાથી પાપ રાશિ દૂર થાય છે અને પુણ્યરાશિ પ્રગટ થાય છે. માટે હું આ કાર્યમાં ઉઘુકત થયે છું. તમે મહને વિઘભૂત થશે નહીં, તહારે કઈ બાબતની ચિંતા કરવી નહીં. આ નગર તથા સર્વ પ્રજા વર્ગને આ ઘનવાહન રાજા ચાતક પક્ષીઓને મેઘ જેમ મહારી માફક સંતુષ્ટ કરશે. વળી “સિંહ અને પુરૂષો દેશાંતર જતાં અન્ય સહાયની અપેક્ષા રાખતા નથી.” તેજસ્વી પુરૂષોનો આ સ્વભાવ જ હોય છે. હારી સાથે ચાલવાથી તમને નકામો પરિશ્રમ થાય છે અને હુને પણ પગ બંધન થાય છે, માટે હવે મહેરબાની કરી તમે અહીં ઉભા રહો તો બહુ સારૂ એમ કહી મંત્રી વિગેરેને ત્યાં ઉભા રાખ્યા અને ઘનવાહન રાજાને પૂછીને અભયંકર રાજા એકલે તીર્થયાત્રા માટે ચાલતો થયે. માર્ગમાં ચાલતા રાજાને વેલીએને નચાવવામાં કલાચાર્ય સમાન, પુષ્પાના સુગંધને હરણ કરવામાં ચાર સમાન અને સરોવરના બિંદુએથી શીતલતાને વહન કરતો પવન સેવતો હતો. દરેક તીર્થોને નમન કરતે, જીરેંદ્ર ભગવાનની પૂજા કરતો અને પોતાની શકિત મુજબ તપશ્ચર્યા કરતો તે રાજા બહુ સુકૃત ઉપાર્જન કરવા લાગ્યો. એ પ્રમાણે પૃથ્વી ઉપર ફરતે ફરતો અભયંકર કોઈ એક
પર્વતની ગુફામાં જઈ પહોંચ્યા, સૂર્યાસ્ત થઈ ગયે, સિદ્ધયોગી. ઘેર અંધારૂ પ્રસરી ગયું, એકાકી છતાં તેનું મન બહુ
અડગ હતું, હૈયે રાખી આમ તેમ ફરતે હતે.
For Private And Personal Use Only