________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ
(૪૫) પૂજાય છે, તેમજ સ્વજન વર્ગ પણ પક્ષીઓ સૂકાઈ ગયેલા વૃક્ષને જેમ નિર્ધન રાજાને ત્યજે છે. કેવળ મનુષ્યને જ લક્ષ્મી પ્રિય હેય છે તેમ નથી દેવતાઓને પણ તે બહુ પ્રિય હોય છે, એમાં કંઈ આશ્ચર્ય નથી. કારણ કે સૂર્યાદિક ગ્રહો હમેશાં સુવર્ણગિરિ-મેરૂની આસપાસ ભમે છે. જીવતા-રેગિઓને જીવાડનારા આ દુનીયામાં ઘણા હોય છે પણ મૃતપ્રાયમરેલાઓને જીવાડનાર તો ત્રણે લેકમાં એક લક્ષમી જ જોવામાં આવે છે–અર્થાત્ લક્ષ્મીને પ્રભાવ અલૈકિક છે, માટે એને દેશ વિગેરે કંઈક આપીને ખુશી કરે. પ્રાણથી પણ અધિક એવા રાજ્યને તમે ગમાવશો નહી, આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળી અભયંકર રાજા બે, મંત્રિનું ! હારૂં કહેવું સત્ય છે, પરંતુ હારા બળને લીધે આ પુરૂષ રા
જ્યથી ભ્રષ્ટ થયેલ છે. આ રાજા બહુ દુઃખી થયા છે એને જે હું રાજ્ય ન આપું તે લજજાને લીધે હારે એને કેવી રીતે મુખ દેખાડવું? વળી પાત્રને આપેલી સંપત્તિ વિકસ્વર થઈ પુન: પ્રાપ્ત થાય છે, સજજન એવા વણિક લેકેએ આપેલું દ્રવ્ય વૃદ્ધિ પામીને શું ફરીથી પ્રાપ્ત થતું નથી ? સપુરૂષોને જે કંઈ દ્રવ્ય આપવામાં આવે છે તે તરત જ અલૌકિક ફલ આપનાર થાય છે, કારણ કે ગાયને ઘાસનું પુળીયું નીરવામાં આવે છે તે તે પણ અમૃતમય દુધ આપ્યા વિના રહેતું નથી. વળી કેઈક વખત મંત્રાદિકના મહિમાથી વિજળી પણ સ્થિર થાય છે, પરંતુ તેનાથી પણ આ રાજ્યલક્ષમી તે અતિશય ચંચલ છે, તેથી તે રાજ્યશ્રી ગુણેથી પણ રાજી થતી નથી અને બંધનથી બાંધેલી પણ રહી શકતી નથી, તે તે પય સ્ત્રીની માફક રાજ્યલક્ષ્મી ઉપર મિથ્યા મમત્વ શા શાટે કરવું જોઈએ ? કેટલાક સત્પરૂષ પરોપકારની ખાતર પોતાના પ્રાણ પણ અર્પણ કરે છે છતાં હું આ લક્ષ્મી માત્ર જે ન આપે તે હારી શી ગતિ થાય?
For Private And Personal Use Only