________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
શ્રીકુમારપાળચરિત્ર.
,,
રાજ્યશ્રીનુ પાલન કરવું એ રાજાના મુખ્ય ધર્મ છે પરંતુ, તેનુ મુખ્ય કારણ સુકૃત કહેલુ છે, તે તે પરાપકારક સુકૃત મેળવીશ, તેમાં મ્હારૂ અયેાગ્ય આચરણ શું છે ? તે તું બતાવ, એ પ્રમાણે મંત્રીને સમજાવી અભયંકર રાજાએ ઘનવાહનને પાતાની રાજ્ય ગાદીએ બેસાડ્યો. “ અહા સત્પુરૂષાની ઉદારતા નિરવધિ હાય છે. જેએ પાપકાર માટે રાજ્યને તૃણ સમાન ગણે છે અને પ્રાણાને કાંકરા સમાન ગણે છે તેવા ધીર પુરૂષા કાને સ્તુત્ય ન હાય ? તેવા પવિત્ર ચરિત્રવર્ડ અભયંકર રાજા કયા સત્પુરૂષાના મનેમાં આશ્ચર્ય ન પ્રગટ કરે ? ચતુરંગ સેનાવડે અલિષ્ઠ એવા અદ્ભુત રાજને પામી ઘનવાહનરાજા નામ અને અર્થ એમ અને પ્રકારે સત્ય થયા. પછી તે ઘનવાહન રાજા હંમેશાં અભય કરની સેવામાં હાજર રહેતા અને તે અભયંકર રાજા પેાતાના સ્થાનમાં મુનિની માફક નિશ્ચિત રહેતા હતા.
એક દિવસ અભય કર રાજા તી યાત્રાની ઇચ્છાથી હાથમાં તર વારલઇ એકાકી પેાતાનાનગરમાંથી બહાર નીકળ્યા. તીર્થ યાત્રા. તે સમયે નગરના લેાકેા અને મ ંત્રી વિગેરે રૂદન કરતા તેની પાછળ ચાલ્યા અને હાથ જોડી વિનય પૂર્ણાંક વિનંતી કરવા લાગ્યા. હે દેવ ! પ્રથમ તે આપે આ રાજ્યના ત્યાગ કર્યો અને હાલમાં આ નગરના પણ ત્યાગ કરે છે. વળી અમે આપના સેવક છીએ છતાં અમારા પશુ ત્યાગ કરી આપ કયાં પધારા છે ? આપ અહીંથી જશે। એટલે આ નગર વસ ંત ઋતુથી ત્યજાએલા બગીચાની માફક નિસ્તેજ થશે. આપના વિદેશ પ્રયાણથી આ સમગ્ર પ્રજાવગ દ્વીપાંતરમાં ચદ્રગમનથી કુમુદવન જેમ મીચાઇ જશે. પ્રા ? વળી આપને તીર્થયાત્રાની ઘણી ઉત્કંઠા હાય તા અમને પણ આજ્ઞા કરો, જેથી અમે આપ ની સાથે આવીએ. હે નાથ ! આપની સાથે ચેાગ્ય વાહન નથી,
For Private And Personal Use Only