________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસર્ગ. '
( ૪૧ ). ક્ષામાં હેતુભૂત રાજહંસ પણું હુને ગમે છે પણ કલંક દાયક રાજ્ય પદવી મ્હને રૂચતી નથી. એ પ્રમાણે રાજ્યની ઈચ્છા ન હોતી છતાં પણ અભયંકરને રાજ્યાભિષેક કરી ક્ષેમંકર રાજાએ પિતે કલ્યાણકારી દીક્ષા ગ્રહણ કરી. હવે સજજન રૂપી ચક્રવાકને આનંદ આપનાર અભયંકર રૂપી સૂર્યને ઉદય થવાથી એકદમ મિત્રવર્ગ પદ્યની માફક પ્રફુલ થવા લાગ્યો અને શત્રુઓ કુમુદની માફક મીચાવા લાગ્યા. વળી તે રાજા હંમેશાં નીતિની રીતમાં તત્પર હતા છતાં પણ સર્વ પ્રજા વર્ગ અનીતિ-અન્યાય મયજ હતો એ વ્હોટું આશ્ચર્ય હતું એમ નહીં પણ અનીતિસર્વ ઉપદ્રવ રહિત હતો, એમ આનંદથી અભયંકર રાજા રાજ્ય ચલાવતા હતા. એક દિવસ અભયંકર રાજા સભામાં બેઠા હતા ત્યારે પુપપુર
નગરને સ્વામી નૃસિંહ રાજા ત્યાં આવ્યા અને નૃસિંહરાજા. રાજાને નમસ્કાર કરી બે, હે પ્રભે! દાવા
નળથી બળેલા વૃક્ષને જેમ વર્ષાકાલ પ્રફુલ્લ કરે છે તેમ શત્રુઓથી ભ્રષ્ટ થયેલા રાજાઓના ઉદ્ધાર કરનારા આપ છે. વળી હે રાજન! નીચે પડતા હસ્તીઓને ખરો આધાર જેમ પૃથ્વી છે તેમ પદભ્રષ્ટ થયેલા રાજાઓના આધાર ભૂત આપ છો.
હારે આપને વિનતિ કરવાની એ છે કે તમારા નામે એક નગરી છે તેમાં ઘનવાહન રાજા રાજ્ય કરે છે. તે વિના કારણે હાર હેપી બને છે. અને હાલમાં તેણે હુને પદભ્રષ્ટ કરી હારું રાજ્ય પોતાને તાબે કર્યું છે. આ અન્યાય એના વિના બીજે કેણ કરે ? ક્ષીણમંડલ થવાથી ચંદ્ર જેમ સૂર્યને પ્રાપ્ત થાય છે તેમ ક્ષીણબળ થવાથી હું આપને મિત્ર જાણું હારા ઉદ્ધારની ઈચ્છા માટે આપના શરણમાં આવ્યો છું. માટે પ્રસિદ્ધિ વિગેરે સહાય આપી હને તેજસ્વી કરે, જેથી હું બલિષ્ટ થઈ
For Private And Personal Use Only