________________
અશાન્તિનું મૂળ
૪૩ જે આપણે મનની આ શક્તિને ચૈતન્ય તરફ વાળીએ તે મેહ, આસક્તિ કે રાગ ચૈતન્યને વિશે પેદા થશે, દેહ, કુટુંબ કે ધનને વિશે નહિ થાય. જે ચિતન્યને વિશે આપણું ચિત્તમાં અનુરાગ નિર્માણ નહિ થ હોય, એના વિશે આસક્તિ પેદા નહિ થઈ હોય, તે દેહ, કુટુંબ કે ધનની આસક્તિ અને મોહ, શી રીતે નાશ પામે ?
આ રીતે વિચાર કરીને ચૈતન્યને વિશે અનુરાગ નિર્માણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચૈતન્યની ભક્તિ
વર્ષો સુધી વાંચન, સત્સંગ કે પ્રભુભક્તિ વિગેરે કર્યા છતાં શાનિ ન મળતી હોય તે આપણે સમજવું જોઈએ કે, સત્સંગ, વાંચન કે પ્રભુભક્તિ વડે ચૈતન્યની ભક્તિ આપણા ચિત્તમાં પેદા થઈ નથી.
આ દિશામાં આપણે એટલી ગતિ કરવી જોઈએ કે, ચિતન્યનું સ્મરણ થતાંવેંત જ આપણી આંખ ભીની થાય અને આપણું શરીર રોમાંચિત બની જાય !
માને બાળકનું કે બાળકને માનું સ્મરણ થતાં આંખમાંથી આંસુ વહે છે. તેમ આપણે પણ ચૈતન્યનું બરાબર સ્મરણ કરતાં શિખીએ તે આંસુ આપોઆપ નીકળશે ને આપણી રામરાજી વિકવર થશે.
બાહા જગતમાં હિમાલય કે ગંગા નદીને જોતાં વેંત અદભુતતાને ભાવ વિવર થાય છે, પ્રભાતકાળે ઉગતા સૂર્ય તરફ જતાં જ આ કેવી અદ્દભુત વસ્તુ છે, એ ભાવ જાગે છે.
ચૈતન્ય તે હિમાલય, ગંગા કે સૂર્ય કરતાં પણ અદ્દભુત વસ્તુ છે. સૂર્ય ગમે તેટલે પ્રકાશક હોવા છતાં ચૈતન્યને જાણી શકતું નથી. સૂર્યને ચૈતન્યનું જ્ઞાન કદી થઈ શકતું નથી.
જ્યારે ચૈતન્ય વડે સૂર્ય આદિ સમસ્ત જગતનું જ્ઞાન થાય છે. તેથી તે મહાન છે. સૂર્ય ચૈતન્યને ન જાણે, પણ ચૈતન્ય સૂર્યને જાણે! ગંગા ચૈતન્યને ન જાણે પણ ચૈતન્ય ગંગાને જાણે તે ચૈતન્ય કેટલી અદ્દભુત અને અલૌકિક વસ્તુ થઈ !
આ રીતે ચૈતન્યનું વારંવાર સ્મરણ થતું રહે તે શાતિને અનુભવ થયા વિના ન રહે. ચિતન્યનું સતત સ્મરણ ચાલુ રહે તે કુટુંબ કાયા તેમજ ધન પ્રત્યેને મેહ ચાલ્યો જાય. કેવળ કર્તવ્ય બુદ્ધિ જ બાકી રહે. ચૈતન્યની ભક્તિનું આ એક અદ્દભુત ફળ છે.
ચિતન્યની ભક્તિનું બીજું ફળ એ આવશે કે, તે ચૈતન્ય-ધારી સર્વ પ્રત્યે અભેદને જેતે થશે.